Gujarat વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે? 5 આગાહી કારો નું પૂર્વાનુમાન, Ambalal Patel 2024 Aagahi

Gujarat માં વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે? તેમને લઈને પાંચ મોટા આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમની માહિતી આજના આ વીડિયોમાં જાણીશું, જેમાં ખગોળ વિજ્ઞાન અને દેશી વિજ્ઞાન ની આગાહી, કૃષિ વિજ્ઞાનની વરસાદની આગાહી, ખાનગી સંસ્થા skymet ની વરસાદ ની આગાહી, હવામાન વિભાગની વર્ષ 2024 માં કેવો વરસાદ પડશે તેમની આગાહી, અંબાલાલ પટેલ ની આગાહી, ભડલી વાક્યો અને હોળીની ઝાળ ઉપરથી વરસાદની 2024 માં આગાહી, વગેરે આગાહી….

દર વર્ષે હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના ચાર મહિના (જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર) દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે. સાથે ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાના ચાર મહિના દરમિયાન કેટલો વરસાદ પડશે એનું અનુમાન રજૂ કરતી હોય છે.

ખાનગી સંસ્થા skymet નું ૨૦૨૪ અનુમાન  

જેમાં વર્ષ 2024 ના પ્રાથમિક ખાનગી સંસ્થા skymetના અનુમાન ઉપર નજર કરીએ તો સ્કાયમેટ કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આ પ્રાથમિક અનુમાન ખાનગી સંસ્થાએ જાન્યુઆરી 2024 મહિનામાં આપ્યું હતું. ચોમાસુ સામાન્ય રહેશે એટલે કે સારો વરસાદ પડશે.

આ પણ વાંચો:- 2024માં રેકોર્ડ બ્રેક પહેલીવાર 1856 ની સપાટીએ કપાસના ભાવ, aajna kapas na bhavo 2024 gujarat

પુથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ સચિવ દ્વારા 2024ની આગાહી:

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પૂર્વ અનુમાન મુજબ જો અલ નીનો તટસ્થ સ્થિતિમાં આવી જાય તો ગયા વર્ષ કરતાં આ વર્ષે સારો વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની વર્ષ 2024 માટેની આગાહી?

વર્ષ 2024 સાયકલોનિક વર્ષ રહેશે. આવનાર 26 એપ્રિલથી 2024થી સાયકલોન જોવા મળશે. 1મે 2024 પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી માં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરી છે.

4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા છે. જો કે રાહતના સમાચાર એ છે કે, ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસુ સારું રહેશએ. અન નીનોનો પ્રભાવ ઘટી જતા આ વર્ષે ચોમાસુ સારું જવાની ધારણા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની 2024ની આગાહી?

હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું છે કે અલનીનો અને લા નીનોની વધતા ઓછા પ્રમાણમાં અસરને કારણે ચોમાસુ એકંદરે સારું અને નોર્મલ રહેશે.

પરેશ ગોસ્વામી દ્વારા આગાહી 2024ના ચોમાસાની આગાહી (Gujarat માં વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે?)

આગોતરું એંઘાણ આપતાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, 2024નું ચોમાસું સામાન્ય રહેવાનું છે. 96થી લઇને 106 ટકા સુધીનો વરસાદ જોવા મળે તેને નોર્મલ ચોમાસું કહેવાય છે. નોર્મલ ચોમાસું ખેતી માટે સારું ગણવામાં આવે છે.

આગળ વાવણીની આગાહી કરતાં કહ્યું હતું કે બે રાઉન્ડની અંદર દર વર્ષે વાવણી થાય છે એ જ મુજબ આ વર્ષે વાવણી થશે. કેમ કે, ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે એટલે ભૌગોલિક પરિસ્થિતિ એ જોઇએ તો એક રાઉન્ડની અંદર ક્યારેય વાવણી થતી નથી. બે રાઉન્ડમાં જ વાવણી જોવા મળે છે. એવી જ રીતે વર્ષ 2024માં બે રાઉન્ડમાં વાવણી જોવા મળશે.

આગળ એમને કહ્યું છે કે ખગોળ વિજ્ઞાન અથવા દેશી વિજ્ઞાનના આધારે જોવા જઇએ (જેમાં કસ, કાતરા, ઝાકળ વગેર પરિબળ મુજબ) તો ચોમાસું ચિંતાની આગાહી આપે છે. એટલે કે 2024માં વાવણી થઇ જાય, પછી ચોમાસા દરમિયાન વરસાદનો એક મોટો ગેપ પડી શકે છે. આ ગેપ લગભગ સવાથી દોઢ મહિનાનો (35-45 દિવસનો) હોઇ શકે છે.

આગાહીમાં તેમણે વધારે જણાવ્યું હતું કે જૂન મહિનામાં ચોક્કસ વાવણી થઈ જશે. અને વચ્ચે જે ગેપ આવશે એ મારું પોતાનું અનુમાન છે અને આ લાંબા ગાળાનું અનુમાન છે એટલા માટે તેમાં ફેરફાર થઈ શકે. અને આ ગેપ પછી ચોમાસુ રાબેતા મુજબ રહેશે તેવું તેમણે આગાહીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો:- છેલ્લા મહિનામાં કપાસ ના ભાવમાં 150 નો વધારો હવે માર્ચ મહિનામાં કેટલો વધારો? Gujarat Ma Aajna kapas bhav 2024

ભડલી વાક્યો મુજબ આગાહી?

મુખ્ય રૂપે કારતક મહિનાથી વરસાદના ગર્ભની ગણતરી કરવામાં આવે છે. ગર્ભ બન્યા પછી 195 દિવસ એટલે કે 6 મહિના પછી ચોમાસામાં વરસાદ પડતો જોવા મળતો હોય છે. પરંતુ આ ગર્ભ કેવી પરિસ્થિતિમાં બન્યો છે તેનું સંપૂર્ણ અનુમાન કરવું પડે.

ગર્ભ દરમ્યાન વાયુ, વીજળી, મેઘગર્જના, ઝાકળનું પડવું, મેઘ ધનુષ્ય, વાદળોનો કેવો પ્રકાર હોય છે. તે દરેક પ્રકારના લક્ષણોની નોંધ કરવામાં આવે છે. જેમ કે ગર્ભ દરમિયાન જો ઝાકડ પડે તો, તે ગર્ભનો નાશ થતો હોય છે.

1) ભડલી વાક્યો પ્રમાણે કારતક મહિનામાં સુદ બારસ, માગશર મહિનામાં સુદ દશમ, પોષ મહિનામાં સુદ પાંચમ અને મહા મહિનામાં સુદ સાતમના દિવસે જો મેઘગર્જના થાય તો, ચોમાસાના ચારેય મહિના વરસાદથી ભરપૂર રહે છે.

2) મિત્રો એવી જ રીતે જો ફાગણ મહિનાની પંચમી, ચૈત્ર મહિના ના અને વૈશાખ મહિનાના એકમના દિવસે જો મેઘગર્જના થાય તો, શિયાળામાં જે ગર્ભ બંધાયો છે તે, અનુસાર જ વરસાદ પડે છે. આ માહિતી ભડલી વાક્યો જોવા મળે છે.

3) પોષ મહિનાની અંધારી દસમે વાદળ વીજળી જોવા મળે અને પોષ મહિનાની અંધારી તેરસે ચારે દિશાએ આભમાં વાદળાં દેખાય તો, શ્રાવણ મહિનાની પૂનમ અને અમાસે 100% વરસાદ પડે છે. આ વાત લખી લેવી.

મિત્રો, ભડલી વાક્યો પ્રમાણે પોષ મહિનાની પૂનમે જો મેઘગર્જના થાય અને વીજળી થાય તો, બીજનો સંગ્રહ કરી લેવો. કહેવાનો મતલબ એવો કે તે વષ ખૂબ જ સારું થશે.

ભડલી કથન પ્રમાણે જળચર જળ ઉપર ભમવા માંડે અને ગાયો આકાશ તરફ જુએ તો ભડલી કહે છે કે, ત્રણ ઘડીમાં વરસાદ થશે. કાંસા,પિત્તળ અને લોઢાને જો કાટ લાગે તો, વરસાદ નજીકના દિવસમાં સારો થશે આ વાત પણ 100% સ્વીકાર કરી લેવી.

ગોરાનું પાણી જો ગરમ થાય, ચકલીઓ ધૂળમાં નહાય, ઈંડા વાળી કીડીઓ દેખાય તો પણ ભારે વરસાદના ચીંન્હ ગણવા. આવી રીતે ભડલી સહિંતામાં ઘણા ભડલી વાક્યો જોવા મળે છે.

હોળી ના પવન પરથી ૨૦૨૪નું ચોમાંચું કેવું રેહશે?

હોળીના પવન અંગે પણ ખાસ અનુભવ કરવો જોઈએ. જો હોળી પ્રગટવાના સમયે પશ્ચિમનો વાયુ હોય તો, ખૂબ જ ઉત્તમ ફળ આપનારો ગણવો. ચોમાસામાં વરસાદનું પ્રમાણ પુષ્કળ રહે. જો પૂર્વનો પવન હોય તો તે વર્ષ નબડુ ગણાય કેમકે ખંડવૃષ્ટિ થશે તેવું ગણવામાં આવે છે. તે સમયે જો દક્ષિણનો પવન હોય તો દુષ્કાળ પડે પડે અને પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ઉત્તરનો પવન પણ ખૂબ જ શુભકારી ગણવામાં આવે છે. ઉત્તરનો પવન હોય તો પ્રજા સુખી થાય ધાનના ઢગલા થાય આ વાત પણ લખી લેવી. આ ગુપ્ત માહિતી ભડલી વાક્યોમાં જોવા મળે છે.

વર્ષ 2024નું ચોમાસું કેવું રહશે? Monsoon આગાહી 2024 માં, આજના મુખ્ય સમાચાર ગુજરાત માં, આજના તાજા ખેડૂત સમાચાર, આજના બજાર ભાવ, વરસાદ આગાહી, skymet ની 2024 ની આગાહી, અંબાલાલ પટેલ ની આગાહી 2024 માટે, Weather news 2024, નક્ષત્ર આગાહી 2024, મોન્સૂન આગાહી 2024, માવઠું આગાહી, આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?, આજે ચોમાસું ક્યાં પહોંચ્યું? Gujarat weather news 2024, raindata in imd 2024, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2024 ની આગાહી, વરસાદ આગાહી ગુજરાત માં, monsoon date, bhare varsad agahi, amdavad ma varsad agahi, paresh bhai ની agahi, Ambalal Patel 2024 Aagahi varsad kevo padshe, વાવાઝોડુ kyare આવશે 2024 માં, 2024 માં cyclone news, Aavnar chomasu kevu tahse, बारिश in Gujarat, varsad na data gujarat ma, khagaol vignan ni agahi, bhadli vakyo and nakshtro mujab chomasu, holi 2024 ni jal parthi chomasu, varsad no vartaro 2024, varsad nu purvanuman, mavthu 2024

Leave a Comment