1 to 5 September forcast: ભારે વરસાદની ચેતવણી! ગુજરાત પર અન્ય એક ડિપ્રેશનની અસર, હવામાન વિભાગે આપી દીધું આખું શિડ્યુલ

1 to 5 September forcast: ગત સપ્તાહમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. તો શનિવારે વરસાદની તીવ્રતા ઘટી ગયેલી દેખાઇ હતી. જોકે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઓડિશાના એક ડિપ્રેશનની અસર ગુજરાત પર થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ઓડિશામાં એક ડિપ્રેશન બનેલું છે જેની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે.

આ પણ વાંચો : આખા ભારતને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કેવુ રહેશે હવામાન

તેમણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ માટેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, આજે અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

બીજી સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

3 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદામાં અતિ ભારે વરસાદની આગાહી તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

4 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 5 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલથી 40 ટકા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે માછીમારો માટે આજે દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય અને તેનાથી વધારે વરસાદ રહેવાની આગાહી આપાવમાં આવી છે.

Leave a Comment