15 inches of rain forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શુક્રવારે પોતાના સોશિયલ મીડિયામાં ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “બંગાળની ખાડી અને અરબ સાગરમાં એક એક સિસ્ટમ સક્રિય છે. જે બંનેની અસર ગુજરાત પર થશે. આ કોઈ એક જિલ્લા માટે નહીં પરંતુ આ વરસાદ સાર્વત્રિક થવાનો છે. આ વરસાદ આખા ગુજરાતને લાભ આપશે.” આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, “બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સરક્યુલેશન તે બંને આશરે 24 કલાકમાં મર્જ થશે જેના કારણે અતિભારે વરસાદની પણ આગાહી છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, 24 ઓગસ્ટથી 30મી સુધી આ વરસાદ ચાલવાનો છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં 25,26 અને 27મી તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. આ ત્રણેવ દિવસોમાં ઓલઓવર વરસાદ થવાનો છે. પરંતુ સૌથી વધુ વરસાદ પડે તેવા વિસ્તારોની વાત કરીએ તો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, આણંદ, નડિયાદ તે ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છના કેટલાક વિસ્તારોમાં, દ્વારકા, જામનગર, પોરબંદરમાં આ વરસાદની તીવ્રતા વધારે રહેશે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે, ખાસ કરીને મોરબી, જસદણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જસદણ, વિંછીયા, સાયલા, ચોટીલા, લીમડીમાં અત્યાર સુધીમાં ચોમાસાની ઋતુમાં સારો વરસાદ પડ્યો ન હતો પરંતુ આ રાઉન્ડમાં આ વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ સાત ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બિલિમોરા, ડાંગ આ તમામ વિસ્તારોમાં 10 ઇંચ સુધીનો વરસાદ પણ વરસી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરતા તેમણે જણાવ્યું છે કે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટમાં પણ 10 ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતાઓ છે.
આ સાથે તેમણે જણાવ્યું છે કે, આ વખતના રાઉન્ડમાં આખા ગુજરાતમાં વરસાદ રહેશે અને આ વખતે વરસાદની તીવ્રતા વધારે રહેશે તેવી શક્યતા છે. અમુક સેન્ટરો એવા પણ હશે જ્યાં એક એક દિવસમાં 15 ઇંચ વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદની પણ રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં પણ સંભાવના છે. “બંગાળની ખાડીનું લો પ્રેશર અને અરબ સાગરનું સાયક્લોનિક સરક્યુલેશન તે બંને આશરે 24 કલાકમાં મર્જ થશે જેના કારણે અતિભારે વરસાદની પણ આગાહી છે.