3 days weather forecast: ઉત્તરપૂર્વી રાજસ્થાનમાં ઉદભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટર્ફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણને કારણે વરસાદ આવી રહ્યો છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો : લખી રાખજો, જીરુના ભાવના તેજી આવશે
આજે 6 સપ્ટેમ્બરે દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ, છુટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આજે સાબરકાંઠા , અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ , નર્મદા , વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

આવતીકાલે 7 સપ્ટેમ્બરે અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.
પરમ દિવસે 8 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.