8 june monsoon prediction: આવતી કાલથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો તમારા વિસ્તારમાં ક્યારે આવશે વરસાદ

8 june monsoon prediction: રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, મે બાદ જૂન મહિનો પણ સખત રીતે તપી રહ્યો છે. તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુનો પહોંચી રહ્યો છે.

રાજ્યના લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને ચોમાસાને લઇને મોટી આગહી કરી છે.

ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે હાલમાં જ વરસાદ પર અપેડેટ આપ્યુ છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે, રાજ્યમાં કાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : આજથી વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર શરૂ, લોકવાયકા, વાવણી ક્યારે ? કેટલો વરસાદ જાણો તમામ માહિતી

આગામી 10 જૂન સુધીમાં ચોમાસુ મુંબઈ સુધી પહોંચશે અને બાદમાં ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનો વરસાદ શરૂ થઇ જશે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.

એટલું જ નહીં 15 જૂન સુધીમાં રાજ્યમાં ચોમાસુ પહોંચવાની શક્યતા છે. આગામી 17 જૂને અરબ સાગર, બંગાળની ખાડીમાં વેલમાર્ક લૉ પ્રેશર સર્જાશે, અને 22 જૂન સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી જશે.

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતાઓ છે. મહત્વનું છે કે, આ વખતે ઓક્ટોબર સુધી ચોમાસું લંબાઈ શકે છે

કઈ તારીખે ક્યાં વરસાદ પડશે
8 જૂન : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ.

9 જૂન : પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

10 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

11 જૂન : ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ,બોટાદ, દીવ.

Leave a Comment