Lo pressure rain: બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ આજે મધ્યપ્રદેશ લાગુ ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાત સુધી પહોંચી ગઈ છે. જેમને કારણે આજથી વરસાદના વિસ્તારમાં વધારો થશે.
આજે (27 તારીખ થી) રાત્રિ થી મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર લાગુ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ થઈ જશે. જિલ્લા મુજબ જાણીએ તો અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા લાગુ વિસ્તારમાં ભારે વરસાદ આવશે.
આ પણ વાંચો : ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ, વરાપ ક્યારે, નક્ષત્ર, જાણો પરેશ ગોસ્વામીની આગાહી
જ્યારે ઉત્તર ગુજરાત માં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર ના વરસાદ આગાહી છે. જ્યારે વડોદરા આંનદ, અહેમદાવાદ લાગુ વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે આવતી કાલથી (28-29) તારીખ દરમિયાન સમગ્ર (Lo pressure rain) ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી રહેલી છે. દરેક જિલ્લા જેવા કે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અને દ્વારકા, પોરબંદર માં શકયતા નકારી ના શકાય.
આંશિક વરાપ ની આગાહી હતી એ આજે પૂર્ણ થઈ જશે અને ફરી 2 દિવસ વરસાદ ભૂક્કા બોલાવી દેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આગાહી ગણવી.

વરસાદના કેટલાં રાઉંડ?આગળ wether model મુજબ જોઇએ તો 2 થી 4 ઓગસ્ટ દરમિયાન પણ ફરી વરસાદનો એક રાઉંડ દેખાય રહ્યો છે. જે સૌરાષ્ટ્રમાં વધારે અસર કરશે. ત્યારબાદ પણ કોઈ ક્લિયર વાતાવરણ ની સંભાવના નથી.