Ramnik vamja prediction today: ચોમાસાની ચાલુ સિઝનમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હોવાની સ્થિતિ આપણે જોઇ રહ્યા છે.
હાલ ચાલી રહેલા વરસાદી રાઉન્ડમાં મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી અને નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતાં તારાજી જોવા મળી છે.
આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે. તેમણે આગામી સમયમાં રાજ્યમાં તોફાની વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે બઘડાટી બોલાવી છે અને નદી-નાળામાં પુરની સ્થિતિ જોવા મળી છે ત્યારે હવે 2 ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઇ રહ્યું છે. આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામજાએ ફરી તોફાની વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીનુ લો પ્રેશર પહોંચ્યું ગુજરાત ઉપર, ફરી 2 દિવસ (28-29) ભારે વરસાદ આગાહી
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદે બઘડાટી બોલાવી છે અને નદી-નાળામાં પુરની સ્થિતિ જોવા મળી છે ત્યારે હવે 2 ઓગસ્ટના રોજ નક્ષત્ર બદલાઇ રહ્યું છે. આવામાં વંથલીના આગાહીકાર રમણીક વામજાએ ફરી તોફાની વરસાદની આગાહી કરી છે।

Ramnik vamja prediction today: તેમણે જણાવ્યું છે કે, મોટાભાગના જિલ્લામાં કુલ 80થી 90 ઇંચ વરસાદ થશે. રાજ્યના તમામ ડેમ ઓવરફ્લો થશે. નવરાત્રીમાં એક વાવઝોડું પણ આવી શકે છે.
તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. 2 ઓગષ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે. રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થશે. જ્યારે આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે.
આ સાથે જ રમણીક વામજાએ જણાવ્યું છે કે, સર્પ અને વીંછી કરડવાના કિસ્સા વધશે. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે. નવરાત્રિમાં પાછોતરો વરસાદ વરસશે.