Mausam vibhag: આજે 29 તારીખ છે અને આજે ગુજરાત ઉપર નવી સિસ્ટમ આવી ગઈ છે. ગુજરાત ઉપર સિસ્ટમ આવતા ની સાથે જ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થય ગઈ છે.
મૌસમ વિભાગની આગાહી 2024
Mausam vibhag ahemdavad ની વેબસાઈટ અનુસાર આજે નાવ કાસ્ટમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. એટલે કે આ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આજે આગાહી છે.
જ્યારે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, વલસાડ, નવસારી અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 30 તારીખ અને 31 તારીખે પણ સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવી છે.
ગુજરાતમાં આવનાર 36 થી 48 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળશે.

આવનાર 48 કલાક દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, ભરૂચ, નર્મદા સહિતના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીનુ લો પ્રેશર પહોંચ્યું ગુજરાત ઉપર, ફરી 2 દિવસ (28-29) ભારે વરસાદ આગાહી
બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની હતી તે મધ્ય ભારત અને હવે ગુજરાત ઉપર આવી પહોંચી છે. આજથી ગુજરાતમાં વરસાદના વાતાવરણમાં વધારો થશે અને સારો વરસાદ પડશે.