Indian Meteorological Department: ભારતીય હવામાન વિભાગે જરા ચિંતાની લકીરો ઉભી કરે, એવી ઓગસ્ટનાં પ્રારંભ સાથે આગાહી રીલિઝ કરી છે. એમનાં કહેવા મુજબ ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં વરસાદની માત્રા ઘટશે.
તેમાં ખાસ કરીને પૂર્વ ભારત, મધ્ય ભારતનાં અમુક ભાગો સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, વરસાદની ઘટ સાથે તાપમાન પણ સામાન્યથી વધું રહેવાની આગાહી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: આ મહિને અતિભારે વરસાદની આગાહી, જાણો હવામાન ખાતાની આગાહી
ઓગસ્ટ અંત સુધીમાં લા-નીનાની સ્થિતિ વિકસિત થવાની સંભાવનાં છે. આ સમાચાર ખાસ તો જ્યાં વરસાદ ઓછો અને માપેમેળે પડ્યો છે, ત્યાં વધુ અસર કરી શકે છે.
હળવદ વિસ્તારનાં એક અભ્યાસુ ખેડૂતે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનો હવાલો આપતાં કહે છે કે એણે એપ્રિલનાં બીજા સપ્તાહમાં લાંબા ગાળાનાં પેરામિટર જોઇ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે હાલ કોઇ આગાહી કરી શક્તા નથી.

સમય આવ્યે કહીશું. જો કે પરંપરાગત આગાહીકારો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જરા જમકે વરસાદ પડવાની સંભવાઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ બધા પેરામિટરો પરથી અભ્યાસ થયેલ અનુમાનો છે.
Indian Meteorological Department: કુદરત રાતોરાત હવામાનમાં પલટો લાવીને વરસાદ વરસી પડવામાં જરાય વાર લાગતી નથી, એટલે કુદરત પર ભરોષો રાખવો. દશકા પહેલા વરસાદ ખેંચાઇ ખેંચાઇને ઓગસ્ટ અંતમાં રાતોરાતો ઉપરવાળાએ ખાલી જળાશયો છલકાવી દીધાનું સૌને યાદ હશે.