Weather map: ગત આગાહી સમય માં સૌરાષ્ટ્ર માં ઝરમર વરસાદ તેમજ ઝાપટા થી સંતોષ માનવો પડ્યો જયારે પૂર્વ સૌરાષ્ટ્ર નો થોડો વિસ્તાર તેમજ ગુજરાત રીજીયન માં વરસાદી એક્ટીવીટી સારી જોવા મળી.
આગાહી સમય દરમીયાન સૌરાષ્ટ્ર માટે ખાસ કોઈ વરસાદી સીસ્ટમ નો લાભ નથી દેખાઈ રહ્યો. આગાહી સમય માં મુખ્યત્વે લોઅર લૅવલ ના ભેજ ના લીધે સૌરાષ્ટ્ર કચ્છ માં હળવા મધ્યમ ઝાપટા સિવાય ખાસ કોઈ મોટા વરસાદ ની શક્યતા નથી.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની છાતીના પાટિયા પાડી દે એવી આગાહી, મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
જયારે ગુજરાત રીજીયન બાજુ આગાહી ના કોઈ કોઈ દિવસ છૂટો છવાયો વરસાદ હળવો મધ્યમ કે એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે જેમાં 9 ઓગસ્ટ થી આગાહી સમય સુધી મંડાણી વરસાદ જોવા મળશે.
જેમાં સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રીજીયન માં વરસાદી ગતિવિધિ વધુ જોવા મળશે. હમણા ઘણા સમય થયા સૂર્ય નારાયણ ના દર્શન નથી થયા જે હવે ધૂપછાવ જેવો માહોલ જોવા મળશે જેમાં આકાશ ખુલ્લા કરતા ઢક (વાદળછાયું) વધુ રહેશે. છતા સૂર્ય નારાયણ ક્યારેક ક્યારેક ડોક્યું કાઢશે.

ચોમાસાની ધરી હવે ફલોદી ડીપ્રેશન ના કેન્દ્ર માંથી પસાર થય ને ચુર્ક, પુરુલિયા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.
પૂર્વ-પશ્ચિમ ટ્રફ હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત ડિપ્રેશનથી
ઉત્તર ઓડિશા સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 અને 5.8 કિમીની વચ્ચે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકે છે.