5 દિવસ દરિયો ખેડતા નય: અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદ તૂટી પડ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે બપોરે અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે.
આ પણ વાંચો : જીરૂના ભાવમાં તેજીના એંધાણ, જાણો આજના બજાર ભાવ
બપોર બાદ કાળા ડિંબાંગ વાદળોથી અમદાવાદનું આકાશ ઘેરાયું હતું. જોકે વરસાદની તીવ્રતા ઓછી છે, છતાં સમગ્ર અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ શરૂ થયો છે. આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 દિવસ દરિયો ખેડતા નય: આવતીકાલે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
આવતી કાલે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફ ના કારણે આગાહી કરાઈ છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.