જન્માષ્ટમીમાં મેધ મહેર: 10 ઇંચ કરતાં વધુ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી

જન્માષ્ટમીમાં મેધ મહેર: ચોમાસાના પ્રારંભથી જ ભારે વરસાદ શરૂ થયો હતો અને અવિરત વરસાદના લીધે નદી-નાળા છલકાયા હતા તેમજ કુવા, બોરમાં પણ નવાનીર આવતા સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ ઉકેલાયો હતો તેમજ બાદમાં પણ હળવો-મધ્યમ વરસાદ શરૂ થયો હતો.

આ પણ વાંચો :મઘા નક્ષત્રના મોંઘા પાણી, જાણો ફાયદા, વરસાદ જોગ અને હવામાન વિભાગની આગાહી

જો કે છેલ્લા કેટલાક દિવસથી ઓશિક વરાપ વચ્ચે ઝરમર વરસાદ પડી રહ્યો હોય ખેતીકામમાં વિક્ષેપ પડી રહ્યો હતો તેમ છતાં ખેડૂતો વરાપ નીકળતાની સાથે જ ફરી નિંદામણ,દવા છટકાવ સહિતની કામગીરી શું કરી રહ્યાં છે.

હવે આગામી વરસાદના શરૂ રાઉન્ડની વાત કરીએ તો ફરી ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યોં છે જેથી ફરી નદીઓમાં ઘોડાપુર આવી શકે છે. હાલની સ્થિતિ મુજબ હવામાન નિષ્ણાંતે કહ્યું હતું કે 17 થી 21 તારીખ સુધી છુટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે.

જો કે ઓગસ્ટના અંતિમ દિવસો એટલે કે સાતમ-આઠમ પર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે અને 10 ઈંચ સુધી વરસાદ પડી શકે છે અને આ રાઉન્ડ સાર્વત્રિક હશે અને અમુક વિસ્તારમાં તો 10 ઈંચથી પણ વધુ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મુંડાથી પાકને બચાવાની કામગીરી શરૂ
હાલ અમુક વિસ્તારમાં મગફળીના પાકમાં મુંડા-જીવાતે આક્રમણ કરી છે પાકને વ્યાપક નુકસાન કરતા હોય ખેડૂતો એ પાકને બચાવવા માટે જરૂરી દવા-એકટરિયાનો છટકાવ શરૂ કર્યો છે. પરંતુ આ જીવાત પર નિયંત્રણ રાખવું ખૂબ જ કઠિન છે.

બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમ એટલે કે વેલમાર્ક લો પ્રેસર આવશે જે મધ્યગુજરાત પરથી પસાર થશે પરંતુ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે.

Leave a Comment