21 22 rain prediction: આગામી 4 દિવસ રાજ્યમાં છૂટો છવાયો, સાતમ આઠમ સુધરશે, 21-22 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

21 22 rain prediction: રાજ્યમાં મોટાભાગે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ઘણી જગ્યાએ તડકો પણ જોવા મળી રહ્યો છે. આવામાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ સાથે જ બંગાળની ખાડીમાં સર્જાનારા લો પ્રેશર એરિયાની અસર ગુજરાતના કયા ભાગોમાં થશે અને ક્યાં ભારે વરસાદ પડશે તે અંગે માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો: 10 ઇંચ કરતાં વધુ સાર્વત્રિક વરસાદની આગાહી, જાણો પરેશ ગોસ્વામીની નવી આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી ચાર દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પાંચમા દિવસે એટલે કે 21મીએ ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે.

22મી ઓગસ્ટના રોજ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ભારે વરસાદની આગાહી છે. સાથે જ થંડર સ્ટ્રોમની વોર્નિંગ છે.

સાઉથ બાંગલાદેશ અને બંગાળની ખાડી પાસે લો પ્રેશર એરિયા છે. જ્યારે આગામી સમયમાં તેની મુવમેન્ટ બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ આસપાસ રહેશે. જેની લીધે ગુજરાત રિઝનમાં 21 અને 22ઓગસ્ટના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે.

Leave a Comment