Two systems will be activated: બંગાળની ખાડીમાં સીસ્ટમ, અરબ સાગરમાં સિસ્ટમ, શું ગુજરાતને ઘમરોળશે મેઘો

Two systems will be activated: ગુજરાતમાં હાલ વરસાદની કોઇ મોટી સિસ્ટમ સક્રિય નથી. જેના કારણે હવામાન વિભાગે હાલ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી નથી કરી. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ઓગસ્ટમાં ક્યારે ખૂબ ભારે વરસાદ પડશે તે અંગેની આગાહી કરી છે તે જોઇએ.

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 17મી ઓગસ્ટના રાતે પોતાના સોશિયલ મીડિયા પર ગુજરાતના હવામા અંગે આગાહી કરી છે. જેમા પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, ઘણાં સમય પછી બંગાળની ખાડી અને અરબ સાગર બંને સક્રિય જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : આગામી 4 દિવસ રાજ્યમાં છૂટો છવાયો, સાતમ આઠમ સુધરશે, 21-22 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઇ રહ્યુ છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનું છે. આ સાથે અરબ સાગરમાં કરંટ છે, રાજસ્થાન અને પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સરક્યુલેશન પસાર થઇ રહ્યુ છે.

જેના કારણે 21 ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાનો છે. આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત, કચ્છના પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસ હળવાથી સામાન્ય ઝાપટાં નોંધાતા રહેશે. કોઇક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાશે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠા, આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળશે અને અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાં નોંધાવવાની શક્યતા છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ છે કે, આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટાઉદેપુર અને પંચમહાલના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર લાગુ વિસ્તારોમાં ભારે ઝાપટાં નોંધાશે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટાં નોંધાઇ તેવી શક્યતા છે.

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, આ ઝાપટાં ચોમાસું પાકને જીવતદાન આપશે તે રીતે ચાલું રહેવાના છે. પણ મહત્ત્વનું છે કે, ઓગસ્ટ એન્ડનો જે વરસાદ હશે તે ખૂબ ભારે રહેશે તેની આપણે તૈયારી રાખવાની છે.

Leave a Comment