Imd forecast gujarat samachar: ગુજરાતામાં હાલ મેઘરાજા નિરાંતની પળો માણી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગ આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે.
જે પ્રમાણે હાલ ગુજરાતમાં કોઇપણ જગ્યાએ અતિભારે વરસાદની આગાહી નથી. તો આવતીકાલે રક્ષાબંધન અને આવનારા સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જણાવી છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં સીસ્ટમ, અરબ સાગરમાં સિસ્ટમ, શું ગુજરાતને ઘમરોળશે મેઘો
હવામાન વિભાગે ગુજરાતના વાતાવરણ અંગે જણાવતા કહ્યુ છે કે, ચાર દિવસ માટે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા નહીવત છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 21 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે. 21 અને 22 ઓગસ્ટથી નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સોમવારે રક્ષાબંધનના દિવસે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

20મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછાવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
21 અને 22મી તારીખે એટલે બુધવાર અને ગુરૂવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઘણાં સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
23 અને 24મી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.