Gheli chitra nakshatra prediction: વાદળછાયા વાતાવરણ વચ્ચે અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ઘેલી ચિત્રા બોલાવશે બઘડાસટી

Gheli chitra nakshatra prediction: મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પરંતું હાલ વરસાદી માહોલ ઠંડો પડ્યો છે. હાલ ગુજરાત પરથી વાદળો હટી ગયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે.

આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી. માત્ર મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં આગામી 2 દિવસ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં વરસાદની આગાહી છે. તો અમદાવાદમાં પણ વરસાદ આવશે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી થશે શરૂ? વરાપ કેટલા દિવસ? શું છે પરેશ ગોસ્વામીની આગાહી

આજે દાહોદ, નર્મદા, મહીસાગરમાં વરસાદની આગાહી  છે. તો છોટાઉદેપુર, પંચમહાલ અને વરસાદની આગાહી છે. આવતીકાલે દાહોદ, પંચમહાલ અને વડોદરામાં વરસાદની આગાહી છે.

છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં હજી ભારે વરસાદનો સમય આવશે. પરંતું હાલ અમદાવાદમાં હળવા વરસાદની પણ શક્યતા છે.  

આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ, અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા, અમદાવાદમાં ભેજના કારણે ગરમીનો અનુભવ, આવતીકાલે દાહોદ,અરવલ્લી, નર્મદા મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલમાં વરસાદની શક્યતા, 11 સપ્ટેબરે દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે. જેનાથી ડીપ ડિપ્રેશન બનશે.

જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે.

જેની ગુજરાત ઉપર મોટી અસર થશે, તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે.

16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

Leave a Comment