Imd department forcast today: આવતા 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે! મેહુલીયો જેમ ફાવે તેમ વરસશે…

Imd department forcast today: સવારથી જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 49 ટકા વધારે વરસાદ પડ્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં બે દિવસ વરસાદ જોવા મળશે. આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ગાદલાં-ગોદડા તડકે મૂકવાનું વિચારતા હો તો રહેવા દેજો, અંબાલાલ પટેલની નવી આગાહી

અભિમન્યુ ચૌહાણે આવતીકાલ માટે જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ થવાની શક્યતા છે.

તેમણે આગાહીમાં વધુમાં જણાવ્યું કે, એક ડીપ ડિપ્રેશન બનેલું છે જેના કારણે હાલ ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ સાથે એક ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત પર બનેલું છે જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ એક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સર્જાયેલી છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં હાલ વરસાદ વરસી રહ્યો છે.

અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં સુરત અને નર્મદામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 49 ટકા વધારે વરસાદ પડ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આજ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે.

Leave a Comment