Hatio Nakshatra and Chitra Nakshatra: હાથિયો નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં વરસાદ જોગ, જાણો અંબાલાલ પટેલની નવરાત્રીમાં વરસાદની આગાહી

Hatio Nakshatra and Chitra Nakshatra: નમસ્કાર મિત્રો, હાલ ચોમાસાની વાત કરીએ તો કોઈ જગ્યાએ ભાદરવાનો તડકો ભુક્કા કાઢી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબડાસટી બોલાવી રહ્યા છે. જો કે મિત્રો વરસાદના છેલ્લા નક્ષત્રોમાં વરસાદની શક્યતા છે. જેથી ખેડુતોની ચિંતામાં વધારો થઈ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 13 સપ્ટેમ્બરના ઉતરા ફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે. આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે.

આ પણ વાંચો : નદીઓમાં ઘોડાપૂર આવશે, ગુજરાતીઓની નવરાત્રી બગાડશે મેઘો

13થી 18 સપ્ટેમ્બરે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થઇ શકે છે. પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાપટા થઇ શકે છે.

17થી 18 સપ્ટેમ્બર અને 22 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, એટલે મિત્રો વરસાદ ચાલુ રહેવાનો છે. 27 સપ્ટેમ્બરના રોજ હાથી નક્ષત્ર બેસવાનું છે અને 5 ઓકટોબર સુધી હાથિયો રહેશે. કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા રહેશે, એટલે કે નવરાત્રીમાં અમુક ભાગમાં વરસાદની શકયતા રહેશે. હાથિયો અને ચિત્રા નક્ષત્ર નવરાત્રીમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શકયતા છે. જેના કારણે ખેડૂત અને ખૈલેય બંનેની ચિંતા વધારશે.

10 ઓકટોબરના ચિત્રા નક્ષત્ર બેસેશે. જેમાં વરસાદની શકયતા રહેશે. 10થી 13 ઓકટોબર આસપાસ બંગાળના ઉપાગરમાં ચકવાત બનવાની શકયતા છે. જેનો ભેજ ગુજરાત તરફ આવશે. વાદળછાયું વાતાવરણ રહેશે. 16થી 18 ઓકટોબરના ભારે પવન ફૂંકાશે. 22 ઓકટોબરે વાતાવરણ બદલાશે

શરદપૂર્ણિમા ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલા રહેતો દરિયામાં હલચલ થાય છે. પછોતરો વરસાદ તૈયાર થયેલા પાકને બગાડશે. કારણ કે વરસાદ થાય તો પાથરા પલળે અને જીવાત પડે છે.

Leave a Comment