IMD department prediction weather today: બફારા અને ઉકળામણ વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 5 દિવસમાં ક્યાં પડશે વરસાદ?

IMD department prediction weather today: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે. રાજ્યના 29 જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લઇ લીધી છે.

જ્યારે નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાંથી ચોમાસાએ હજુ વિદાય લીધી નથી. આવામાં ફરી એક વખત રાજ્યમાં આગામી ચાર દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી આપવામાં આવી છે.

ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને બીજી બાજુ કચ્છના હવામાનમાં પલટો જોવા મળ્યો છે

આ પણ વાંચો : નવલા નોરતાની મજા બગાડશે મેઘરાજા, જતા જતા આવશે માવઠું અને વાવાઝોડુ, જાણો આગાહી

વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ કેટલાક વિચારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ ફરી એક વખત કપરાડાના સીલધા અને આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે.

ગુરુવારે 10મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.

શુક્રવારે 11મી ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.

શનિવારે 12મી ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, વલસાડ, નવસારી, તાપી તથા દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદની આગાહી છે.

Leave a Comment