ઠંડી અને માવઠાંની આગાહી: અંબાલાલ પટેલની 16 થી 22 ઓકટોબર સુધીની આગાહી, જાણો હવે ક્યાં વિસ્તારમાં વરસાદ?

ઠંડી અને માવઠાંની આગાહી: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે રાજ્યના ભાગોમાં કમોસમી વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા, માવઠું અને ઠંડીની શરૂઆત અંગે આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 16થી 17 તારીખ વચ્ચે લો પ્રેશર બનશે, તેના કારણે દક્ષિણ ગુજરાતમાં 16 ઓકટોબરથી 22ઓકટોબર દરમિયાન વરસાદ આવવાની શક્યતાઓ રહેશે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની આજા ગગડાવતી આગાહી, ખેલૈયાઓમાં ચિંતા નો માહોલ

સાથે જ રાજ્યવાસીઓને 23 ઓક્ટોબરથી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. સાથે જ તેમણે કડકડતી ઠંડી અંગે પણ આગાહી કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જો લો પ્રેશર દરિયાના માર્ગે થઇ ઓમાન તરફ જતાં-જતાં વચ્ચે થઇને જશે અને તેને એનર્જી મળશે તો જ ભારે ચક્રવાત બની શકે છે. જોકે, 17મીએ અરબી સમુદ્રના દરિયા કિનારે અને બંગાળના ઉપસાગરમાં, બન્ને દરિયા કિનારે ભારે પવન ફૂંકાવવાની શક્યતા રહેશે.

તેમણે કહ્યું કે, 23 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની સંભાવના રહેશે. ઉપરાંત દિવાળીથી દેવ દિવાળી સુધીમાં પણ હવામાનમાં પલટો આવશે. ક્યાંક માવઠા જેવું થવાની શક્યતા રહેશે. જેના કારણે ઠંડી આવવાની શક્યતા રહેશે.

સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું કે, 29 નવેમ્બરથી 3જી ડિસેમ્બર સુધી ઠંડી આવવાની શક્યતા રહેશે. જે દરમિયાન ભારે ઠંડી પડશે.

Leave a Comment