Ambalal Patel Rainfall: ગુજરાતીઓના માથે મોટી આફત, પાક્કું દિવાળી બગડશે, જાણો અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Rainfall: આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, 22, 23 અને 24 ઓક્ટોબરે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.

એક બે નહીં બલકે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. આગાહીકાર અંબાલાલ પટેલે વધુ ઘાતક આગાહી કરતા જણાવ્યું છેકે, આ વખતે વરસાદ ગુજરાતીઓની દિવાળી બગાડી શકે છે. 22 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે.

તારીખો જોવી હોય તો જોઈ લેજો! ગુજરાત પર છે વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે.

આ પણ વાંચો : જગતનો તાત ખુશ થઈ જાય એવા સમાચાર, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

7થી 14 નવેમ્બરે પણ પાછોતરો વરસાદ થવાની શક્યતા છે. માર્ચ મહિના સુધી ગુજરાતમાં પાછોતકા વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, સાઉથ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત દિવાળી સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.

ખાસ કરીને ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને કન્ડેક્ટિવ એક્ટિવિટીના કારણે ફરી વરસાદી સિસ્ટમો એક્ટીવ થઈ હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે.

અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને દ્વારકામાં વરસ્યો વરસાદ હતો. આજે પણ અમદાવાદ, રાજકોટ, અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિવાળીના એક અઠવાડિયા પહેલાં શિયાળો બેસવાના બદલે ગુજરાતમાં ફરીથી બેઠું ચોમાસું છે. આઠમા નોરતાથી શરૂ થયેલો વરસાદ હજુ પણ યથાવત છે. આજે પણ સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી.

20 થી 24 ઓક્ટોબરની વચ્ચે બંગાળની ખાડીની મધ્યમાં નવા વાવાઝોડાના જન્મની સંભાવના છે. હવામાન વિભાગે તોફાન અંગે માછીમારોને પણ એલર્ટ કરી દીધા છે. વિભાગે હલચલ દરમિયાન બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી

Leave a Comment