IMD department winter forcast: દિલ્હીમાં ટૂંક સમયમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. અત્યાર સુધી દિલ્હી સહિતના મેદાની વિસ્તારોમાં ઠંડીનું આગમન થવામાં મોડું થઈ ગયું છે. પરંતુ સોમવારે ઉત્તર ભારતના પર્વતિય પ્રદેશોમાં નવી હિમવર્ષા થયા બાદ હવામાનશાસ્ત્રીઓ ખુશ દેખાઈ રહ્યા છે.
આગામી બે-ત્રણ દિવસમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ઠંડી શરૂ થઈ જશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે હવામાન વિભાગે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ તરફ ગુજરાતમાં પણ ઠંડકનું પ્રમાણ વધ્યું છે, જોકે, કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થયો છે.
જમ્મુ-કાશ્મીરની ખીણમાં સફેદ ચાદરથી મેદાની વિસ્તારના લોકોના ચહેરા પર ખુશી ફેલાઈ ગઈ છે. આ સિઝનમાં ગુલમર્ગ અને સોનમર્ગમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદથી હવામાન બદલાયું છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે મેદાની વિસ્તારોમાં હવામાન ટૂંક સમયમાં બદલાઈ જશે. હવામાન વિભાગનું માનવું છે કે, આ મહિનાની 15 તારીખથી ઠંડી શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો : કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, રેકૉર્ડ બ્રેક ઠંડીની અંબાલાલ પટેલની આગાહી
બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં સવાર-સાંજ હળવી ઠંડી અનુભવાઈ રહી છે. તે જ સમયે દક્ષિણ ભારતમાં ચેન્નાઈ, તિરુવનંતપુરમ અને ગોવામાં વરસાદી મોસમ ચાલુ છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણાં રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે પર્વતોમાં આ સિઝનની પ્રથમ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. સોમવારે કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઈ હતી. આ સાથે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ વિસ્તારના અફ્રાવત અને કુપવાડા જિલ્લાના સાધના ટોપમાં હળવી હિમવર્ષા થઈ. સાંજ સુધીમાં 2 ઈંચ હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમવર્ષા અને વરસાદને કારણે દિવસના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જેના કારણે કાશ્મીરમાં શિયાળાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ હિમવર્ષાની અસરથી મેદાની વિસ્તારોમાં ઠંડીનો અહેસાસ વધશે.
હવામાન વિભાગનું માનવું છે કે દિલ્હીમાં આ અઠવાડિયે ઠંડીની શરુઆત થવાની સંભાવના છે. દિલ્હી-NCRમાં 17 નવેમ્બરથી ઠંડી શરૂ થઈ શકે છે. આ સાથે જ સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે.
ગરમ કપડાની જરુર રાતના સમયે પડી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં તાપમાન હજુ પણ વધારે છે. દિવસનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તે જ સમયે, રાત્રિનું તાપમાન 16થી 18 ડિગ્રી સેલ્સિયસ રહે છે.
મહત્તમ તાપમાન 4થી 5 °C રહે છે અને લઘુત્તમ તાપમાન 2થી 3 °C વધારે રહે છે. સાથે જ રાત્રે 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ સિવાય સવારના સમયે ધુમ્મસની શક્યતા છે.
બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન યથાવત છે. તેની અસરને કારણે, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જે ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ નજીક સ્થિત છે.
આ સિસ્ટમના લીધે દક્ષિણ ભારતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર-પૂર્વ ચોમાસાની અસરને કારણે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે.