Cold first round forecast: રાજ્યમાં હજુ શિયાળાની શરૂઆત થઇ નથી. દિવસનું તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઇ રહ્યું, જ્યારે રાતનું તાપમાન નીચું જતાં મોડી રાત્રે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.
નવેમ્બર મહિનો અડધો પૂરી થઇ ગયો છે છતાં હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીના રાઉન્ડને લઇને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં માહિતી આપતાં જણાવ્યું કે, આ વર્ષે શિયાળો થોડોક લેટ ગણી શકાય.
આ પણ વાંચો : આગામી 5 દિવસ કેવું રહેશે હવામાન, જાણો અંબાલાલ પટેલની આગાહી, ગાત્રો થીજાવતિ ઠંડી ક્યારથી પડશે.
15 નવેમ્બર બાદ પણ સારી અને ગુલાબી ઠંડીની શરૂઆત થઇ નથી. જોકે, તાપમાન ઘણા અંશે નીચું પણ આવ્યું છે, પરંતુ હજુ પણ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે.
રાત્રિનું તાપમાન નીચું નોંધાઇ રહ્યું છે. દિવસનું તાપમાન 30 ડિગ્રી કરતાં ઉપર ચાલી રહ્યું છે. એટલે સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી તાપમાન ઉચું ચાલી રહ્યું છે.

17 નવેમ્બર સુધી ઠંડીના કોઇ મોટા રાઉન્ડની શક્યતાઓ નથી. જોકે, આવનારા દિવસોમાં એક સામાન્ય ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે.
અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતની ખૂબ નજીક પહોંચી ગયું છે. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ નબળું છે. એટલા માટે એના કારણે વધુ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ નથી. આજકાલમાં ત્યાં હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે.
જે બાદ 18-19 નવેમ્બરથી ગુજરાતમાં હળવી એવી સામાન્ય ઠંડીની શરૂઆત થઇ જશે. જોકે, આમાં ગાત્રો થીજવતી ઠંડી આવે તેવી શક્યતાઓ નથી.
એટલે કહી શકાય કે આ વર્ષના શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. પછી ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધતું જશે. નવેમ્બરમાં કોલ્ડવેવના રાઉન્ડની શક્યતાઓ નથી. ડિસેમ્બરમાં સિંગલ ડિજીટમાં તાપમાન જાય તેવી શક્યતાઓ આપણે માની શકીએ. હાલ સામાન્ય ઠંડીની શરૂઆત થશે