Gujarat weather prediction: ઠંડી લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં 27 જાન્યુઆરી સુધી સવારના ભાગોમાં રહેવાની શકયતાઓ જોવામાં આવી છે. 28 જનયુઆરીથી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળો આવી શકે છે.
28મી જાન્યુઆરી એક વેસ્ટન ડિસ્ટબન દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં આવશે. 30 અને 31 જનયુઆરીમાં વેસ્ટન ડિસ્ટબન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શકયતાઓ છે.
દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવનના તોફાનો થશે અને કમોસમી વરસાદ, કરા પડવા અને ક્યાંક મેઘ ગર્જના થાય તેવું અંબાલાલ પટેલનું કહેવું છે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળ ઉપ સાગરમાં લો પ્રેશર સર્જતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગો કમોસમી વરસાદની શકયતાઓ રહેશે.
આ પણ વાંચો : Jio, Airtel, Vi અને BSNL યુઝર્સને માત્ર 20 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે, શું છે TRAIનો નિયમ
આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવવલીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળ છાયું વાતાવરણ આવશે.
લાલીઓની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.

આગમી 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં ગરમીનો પારો વધશે. 19 ફેબ્રુઆરી થી આગમી બે માસમાં રોગિષ્ટ ઋતુ રહેશે. જેથી ધન અને સ્વાસ્થ્ય સુધી કાળજી રાખવી. હવામાન આગાહીકાર અંબાલાલની આગાહી કરી છે કે બદલાયેલા વાતાવરણને કારણે ઘઉંના પાકને બહુ અસર નહીં થાય.
જોકે જીરાના પાકને અસર થઈ શકે છે. ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી પાંચ તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે એટલે સાવચેત રહેવું.
દરિયામાં ઉઠી રહેલા તોફાનની અસર ગુજરાત સુધી થઈ રહી છે. જાન્યુઆરીની શરૂઆતથી જ ગુજરાતના વાતાવરણમાં એક પછી એક પલટા આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં વધુ એક માવઠાની આગાહી છે. 30-31 જાન્યુઆરી બાદ ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે તેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતે 27 તારીખ સુધી ઠંડી રહેવાની શકયતા વ્યક્ત કરી છે. સાથે જ 5 ફેબ્રુઆરી સુધી માવઠાની શક્યતા છે અને ફેબ્રુઆરી બાદ ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે તેવી ભવિષ્યાવાણી કરી છે.