Onion price survey: ડુંગળીમાં ભારેખમ ભાવ જોતા હોય તો પહેલાં જાણી લો આ સર્વે, શું આગળ ભાવ વધશે?

Onion price survey: ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યાં હતાં. સારી ડુંગળીના ભાવ રૂ.૫૦૦ ક્વોટ થયા હતા અને આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.

ડ઼ુંગળીના વેપારીઓ કહે છેકે હાલ આવકો વધી રહી છે અને ખાસ કરીને સફેદની આવકો મહુવા બાજુ ઝડપથી વધી રહી છે. હાલ ૫૦ હજાર આસપાસની આવક થાય છે, જે આગામી સપ્તાહથી હજી વધે તેવી ધારણાં છે. ડુંગળીમાં જો ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવમાં હાલ કોઈ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી.

આ પણ વાંચો : શિયાળા વચ્ચે અંબાલાલ પટેલે કરી કાળઝાળ ઉનાળાની આગાહી, જાણો શું

મહુવામાં લાલ ડુંગળીના ૬૫ હજાર કટ્ટાના વેપાર હતા અને ભાવ ૨૦ કિલોના લાલમાં રૂ.૧૫૧થી ૫૧૨ હતા. સફેદની ૪૮ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૨૨૫થી ૫૦૧ હતા.

ગોંડલમાં લાલ ડુંગળીની ૪૬ હજાર કટ્ટાના વેપાર સામે ભાવ રૂ.૧૩૧થી ૪૫૬ અને સફેદની ૯૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૧૧થી ૨૭૧ હતા.

રાજકોટમાં ડુંગળીની ૧૦,૦૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૩૦થી ૪૪૦ હતા.

ગુજરાત ઉપરાંત નાશીકમાં આવકો ધીમી ગતિએ વધી રહી છે. નાશીકની લાસણગાંવ મંડીમાં ૮૦૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૧૧૦૦થી ૨૭૦૦ પ્રતિ ક્વિન્ટલના હતા. એવરેજ ભાવ રૂ.૨૪૦૦ના હતા.

Leave a Comment