Unseasonal Rain: વાતાવરણમાં પલટો આવતાં અંબાલાલ પટેલની આગાહી, વરસાદ પડશે?

Unseasonal Rain: ગુજરાતમાં અત્યારે ઠંડીથી લોકોને રાહત મળી છે, જો કે સામે પાછી અંબાલાલ પટેલે કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી પણ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel)એ આગાહી આપી છે.

આ પણ વાંચો: 3 થી 5 તારીખમાં માવઠુ થવાની શક્યતા, પરંતુ હવામાન ખાતાની જુદી આગાહી

અંબાલાલ પટેલે આગાહી આપતા કહ્યું કે, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલ સહિતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. આ સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળ છાયું વાતાવરણ રહેશે તેવું પણ જણાવ્યું છે.

આ વિસ્તારોમાં પણ વાદળછાયાં વાતાવરણના કારણે વરસાદ થઈ શકે છે. એટલું જ નહીં પરંતુ 5 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીમાં ચમકારો આવશે અને લોકોને ભારે ઠંડીનો અનુભવ થવાનો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનાના અંતમાં ફરી એક વખત વરસાદી માવઠું પડી શકે તેવી આગાહી કરી છે. જેથી આગામી 4 દિવસ ગુજરાત રાજ્ય માથે કમોસમી વરસાદ (Unseasonal Rain)નું જોખણ તોળાઈ રહ્યું છે.

Leave a Comment