Paresh Goswami summer prediction: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે થોડી ઠંડી વર્તાય છે. જ્યારે બપોરના સમયે ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમી અનુભવાઈ રહી છે.
ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શિયાળાની વિદાય અને ઉનાળા અંગે વાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે, હાલ ગુજરાતનું હવામાન ઘણું જ અસ્થિર છે. આ અસ્થિરતા એટલે છે કારણ કે, શિયાળો ધીમે ધીમે વિદાય તરફ છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. આ અસ્થિરતા વચ્ચે આજે પરેશ ગોસ્વામીએ ઠંડી, ગરમી, હવા અને ઝાકળ અંગેની વાત કરી છે તે જોઈએ.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કરી નાખી ઉનાળાની આગાહી, કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો
પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, આ વખતનો શિયાળો સામાન્યથી નજીક સારો રહ્યો છે. શિયાળામાં જે પ્રકારે ઠંડીના રાઉન્ડ આવવા જોઈએ તે પ્રમાણે આવ્યા છે.
આપણા પૂર્વાનુમાન સાથે આ વખતે શિયાળો સારો જોવા મળ્યો છે. હવે ધીરે ધીરે શિયાળાના વિદાયની શરૂઆત જોવા મળી રહી છે. આ વિદાયની શરૂઆત 10થી 12 દિવસ ચાલશે. એટલે ફેબ્રુઆરી મહિનામાં તો ઠંડી રહેશે જ એવું લાગી રહ્યુ છે.

આવનારા 10 દિવસમાં પવન અસ્થિરતાભર્યા રહેશે. પવનની દિશા વારંવાર બદલાતી રહેશે. અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં કસ કાતરા જોવા મળશે તો ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે અને ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે. પવનની સ્પીડ નોર્મલ નજીક રહેશે.
ઉનાળા અંગે વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, માર્ચ મહિનાના પહેલા અઠવાડિયાથી સવારનું હોય કે રાતનું તાપમાન બંનેમાં ઉનાળા જેવું તાપમાન થઈ જશે. આ વખતનો ઉનાળો આપણને દઝાડવાનો છે એટલે હાઈ ટેમ્પરેચર માટે તૈયાર રહેજો. દર વખતની સરખામણીમાં ઉનાળો આ વખતે પણ થોડો વધારે આકરો જોવા મળશે. છેલ્લા એક દાયકાથી તાપમાન ઊંચુ રહે છે તેવું જ ઊંચુ જોવા મળશે.