Anti-cyclone in the ocean: માવઠુ તો સમજ્યા પણ હવે આંધી વંટોળની આગાહી આવી ગઈ, જાણો ફેબ્રુઆરીથી લઈને જૂન મહિના સુધીની અંબાલાલ પટેલની આગાહી

Anti-cyclone in the ocean: ગુજરાતમાં આપણે હાલ ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છીએ. સવારે અને રાતે તો ઠંડક લાગે છે પરંતુ બપોરે દઝાડે તેવો તાપ શરૂ થયો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે ગરમીમાં ઉથલપાથલની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાતના હવામાન પર થવાની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળવાયુની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે અરબી સમુદ્રમાં એન્ટી સાયકલોન બનાવાની શક્યતા છે, જે ગુજરાતમાં વાદળવાયુને અટકાવી શકે છે. પરંતુ, એન્ટી સાયકલોન સમુદ્ર તરફ ખસશે ત્યારે ફરી રાજ્યમાં વાદળવાયુની સ્થિતિ ઉત્પન્ન થશે.

વાતાવરણના આ પરિવર્તનોના કારણે જામનગર, રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા પંચમહાલ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળવાયુની શક્યતા રહે છે. અરબી સમુદ્રનો ભેજ, બંગાળના ઉપસાગરનો ભેજ અને પશ્ચિમી વિક્ષેપના કારણે આ સ્થિતિ નિર્માણ પામશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવામાનના આ બદલાવોના પરિણામે ફેબ્રુઆરીના અંતથી માર્ચના પ્રથમ સપ્તાહ સુધી ગરમીમાં ઊથલપાથલ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36થી 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 4 માર્ચથી ગરમીમાં વધારો થશે અને બીજા સપ્તાહથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 23 માર્ચ પછી તાપમાન સતત વધતું જશે અને માર્ચના અંત સુધીમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઈરાન તરફથી આવતી ધૂળકટ કાળી આંધી ગુજરાતમાં પ્રભાવ પાડી શકે છે. 10 મેથી 15 જૂન વચ્ચે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્ર સક્રિય થશે. જે દરમિયાન અરબી સમુદ્રમાં સાયક્લોન બનાવાની શક્યતા છે. જો સાયક્લોનનો માર્ગ ઓમાન તરફ જશે તો ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી રહેશે.

Leave a Comment