Weather Yellow alert: બાપ રે બાપ… ઉનાળો શરૂ થાય એ પહેલા યલો એલર્ટ, જાણો હવામાન અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી

Weather Yellow alert: હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે આગાહી કરી છે કે, ગુજરાતમાં હવે ઉનાળાની ગરમીનો અહેસાસ થશે. કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવા હવામાન વિભાગનું કહેવું છે. આગામી પાંચ દિવસ, ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે.

Weather Yellow alert: હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટને પગલે, સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે.

આ પણ વાંચો: હોળીની જ્વાળા પરથી કેવી રીતે થાય છે મોસમની આગાહી? વાવાઝોડું, વરસાદ, ચોમાસુ કેવું રહેશે

આગામી દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વથી છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વખતે ઉનાળો થોડો મોડો છે એટલે કે તે માર્ચ મહિનામાં જોવા મળશે. અલબત ફેબ્રુઆરીમાં વ્યાપક પ્રમાણમાં ગરમીનો અહેસાસ થયો નથી. અગાઉના વર્ષોમાં ઉનાળાનો માહોલ ફેબ્રુઆરી મહિનામાં જોવા મળી ચુક્યો હતો.

આ વખતે ઉનાળો મોડો છે. આગામી સમયમાં આપણે ધીમે ધીમે ઉનાળા તરફ આગળ જઈ રહ્યા છીએ. શિયાળાની વિદાય ચોક્કસ ચાલુ છે. હવે માવઠાને લઈ જોઇએ તો અત્યારે ખેડૂત મિત્રોએ જે પણ ખેતીકામ હોય તેને રાબેતા મુજબ જાળવી રાખવું અને તેમાં માવઠાની સ્થિતિમાં કોઈ તેમાં કોઈ જ અવરોધ આવે તેમ નથી.

જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નવી આગાહીક રી છે. તેમણે શિયાળાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે તેવુ જણાવ્યું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 28મી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી પવન ફૂંકાતા રહેશે.

28મી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને તે 18થી 22 કિમી પ્રતી કલાક ઝડપ ફૂંકાશે. પવનની દિશા એક સરખી નહીં હોય. તાપમાનને લઈ અત્યારે મિશ્ર ઋતુ જોવા મળે છે. દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાની ઋતુનો અહેસાસ થાય છે. ઉનાળાની ઝલક ફેબ્રુઆરીમાં જોવા મળી શકે છે.

Leave a Comment