Ambalal patel ni aagahi: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાન વધવાનું છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. જોકે 48 કલાકમાં પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધી જશે. એપ્રિલના એન્ડ સુધીમાં મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી સુધી રહેવાનું અનુમાન છે. એટલે એપ્રિલનો એન્ડ આકરો રહેશે. પરંતુ મેની શરૂઆતમાં હવામાનમાં મોટા ફેરફાર થવાનું આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે
હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતમાં પણ 8 મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે
આ પણ વાંચો: પરેશ ગોસ્વામીની આગાહી, જાણો કયા મહિનામાં પડશે મુશળધાર વરસાદ?
જેમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. (Ambalal patel ni aagahi) આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પલટાશે. સૌરાષ્ટ્રના હવામાનમાં પણ પલટો આવશે. 30 એપ્રિલથી 8 મે વચ્ચે આંધી-વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 25 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે. જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે.
મે મહિનામાં બંગાળના ઉપસાગર ખતરનાક વાવાઝોડા બનશે. હવે ધીમે ધીમે ટોપીકલ સ્ટોર્મ બની રહ્યા છે. અખાત્રીજથી હવામાનમાં પલટો આવી રહ્યો છે અને આંધી-વંટોળ સાથે વરસાદ થશે. પ્રી-મોનસુન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ વખતે પવનની ગતિ વધુ રહેશે