ફરી 9 જિલ્લાઓ તૈયાર રહે, 13-16 એપ્રિલમાં માવઠું તોળાઈ રહ્યું છે – Mavthu Aagahi

Mavthu: ગુજરાતના જાણીતા આગાહીકારો દ્વારા 13 એપ્રિલ થી લઈને 16 એપ્રિલ દરમિયાન રાજ્યમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે.

13, 14, 15 અને 16 તારીખ દરમિયાન જે માવઠું થશે જેમની સૌથી વધારે અસર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માં થશે.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં છૂટું છવાયુ માવઠું થય શકે છે.

જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત માં પણ માવઠાની અસર દેખાશે. જોકે ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી વધારે માવઠાની અસર થાય તેવી સંભાવના છે.

ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી ની આગાહી

હાલના ગ્રાફ મુજબ ઉત્તર ગુજરાતમા સૌથી વધારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ સાથે કચ્છ ના કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતા છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ ની સંભાવના હાલના ગ્રાફ પ્રમાણે જણાઈ રહી છે.

આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…

અંબાલાલ પટેલ માવઠું આગાહી – Ambalal Patel Mavthu

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ 12 થી 18 એપ્રિલ દરમિયાન માવઠાની આગાહી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે.

જ્યારે કચ્છ, સુરત અને ઉતર સૌરાષ્ટ્રના ભાગમાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી વ્યક્ત કરી છે. તો કેટલાક ભાગમાં વરસાદ તો કેટલાક ભાગમાં પવન તો ક્યાંક છાંટા પડવાની સંભાવના વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે સાથે આગાહીમાં એ પણ જણાવ્યું છે કે એપ્રિલ અને મે મહિનામાં પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. જેમને કારણે વાતાવરણમાં અવારનવાર ફેરફાર જોવા મળશે.

હવામાન વિભાગ ની આગાહી – April Mavthu ( Havamn Vibhag 2024 )

જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે કચ્છ સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો:- વાહ, La-Nina El-Nino લાવશે શુકનવંતું ચોમાસું, આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે? – Agahi

જોકે હાલમાં ગુજરાતમાં હિટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે. હિટવેવ અને ગરમીના રાઉન્ડ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવશે. વેસ્ટન ડીસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનનો પારો નીચો આવશે અને અમદાવાદ સાથે ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ થવાની સંભાવના છે.

આજના તાજા સમાચાર…

આજના તાજા સમાચાર...

Leave a Comment