માવઠું આગાહી: વેધર ગ્રાફ પ્રમાણે ગુજરાતમાં આજથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. માવઠાના રાઉન્ડમાં સૌથી વધારે વરસાદ 14 તારીખે પડશે. કરા અને પવન સાથે માવઠું પડવાની આગાહી છે. જ્યારે થન્ડર સ્ટ્રોંમ એક્ટિવિટી પણ જોવા મળશે એટલે કે કડાકા ભડાકા પણ અમુક વિસ્તારમાં જોવા મળશે.
આ પણ વાંચો:- કિશોરભાઈ ભાડજાની આગાહી: વાવણી ની તારીખ સાથે વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે?
આવનાર દિવસોમાં ગુજરાતમાં માવઠાનો રાઉન્ડ જોવા મળશે. જેમાં 13 થી 16 તારીખ માં 14 તારીખે વરસાદ નો મુખ્ય દિવસ રહશે. એટલે કે 14 તારીખે માવઠું ગુજરાતના વધારે વિસ્તારોમાં પડશે. જ્યારે 13 તારીખે અને 15 તારીખે માવઠાની હળવી શક્યતાઓ ગુજરાતમાં રહેશે.
11-12 તારીખે ક્યાં ક્યાં જીલ્લામાં માવઠું પડશે?
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં માવઠાની આગાહી છે.
આ જિલ્લાઓ હળવા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ કે બીજા જિલ્લામાં માવઠા ની શકયતા ઓ નથી.
13, 14, 15 અને 16 તારીખે આગાહી?
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ અને દાહોદ જિલ્લામાં માવઠાને શક્યતા રહેલી છે.
રાજસ્થાન લાગુ વિસ્તારોમાં વાદળ બંધાશે પણ માવઠા ની આગાહી નથી.
આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?
જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી જિલ્લામાં થોડી વધારે માવઠું પડવાની આગાહી રહેલ છે. અમરેલી અને રાજકોટમાં કડાકા ભડાકા સાથે થન્ડર સ્ટ્રોંગ જોવા મળશે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
આ સાથે સૌરાષ્ટ્રમાં જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવશે અને કોઈક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાશે.
દ્વારકા જિલ્લામાં ખાસ વરસાદની શક્યતા રહેલી નથી. તેમ છતાં જામનગર, પોરબંદર લાગુ બોર્ડર માં થોડા હળવા છાંટા જોવા મળી શકે છે.
આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…
જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે પણ માવઠાની શક્યતા નથી. તેમ છતાં બોર્ડર લાગુ વિસ્તારમાં ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.
વેધર ચાર્ટ પ્રમાણે હાલમાં આટલા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ જણાય રહી છે. વધારે સાચી માહિતી માટે હવામાન વિભાગ ને અનુસરવું.