મીની વાવાઝોડું: નમસ્કાર ગુજરાત આજે તારીખ 14 મે 2024 અને મંગળવાર છે. આજે ક્યાં ક્યાં જીલ્લામાં કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદનું શક્યતા રહેશે?
ગઈકાલે એટલે કે 13 તારીખે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. અને મીની વાવાઝોડા સાથે પવન પણ ફૂંકાયો હતો. જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ પડ્યો હતો.
આજે સૌથી વધારે (મીની વાવાઝોડું) ડુંવરસાદની શક્યતા સૌરાષ્ટ્રનું કચ્છ વિસ્તારમાં રહેશે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી જિલ્લાઓમાં વરસાદની વધારે શક્યતા રહેશે. જ્યારે તે સિવાય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને છૂટા છવાય છાંટા સ્વરૂપે વરસાદ શક્યતા રહશે.
સૌરાષ્ટ્ર માં રાજકોટ અને અમરેલી આજુબાજુ ના જિલ્લાઓ એટલે કે ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર વગેરે માં પવન સાથે વરસાદ ની આગાહી રહેલી છે.
ગુજરાતના આ વિસ્તારોમાં મિની વાવાઝોડા સાથે વરસાદ પણ જોવા મળશે. પવન ની ગતિ 30-40km ની રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:- કિશોરભાઈ ભાડજાની આગાહી: વાવણી ની તારીખ સાથે વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે?
આજે વરસાદ પડશે ત્યાર બાદ આવતી કાલથી એટલે કે 15 તારીખ થી મીની વાવાઝોડું જતું રહશે. એટલે કે માવઠું આગાહી પૂર્ણ થઈ જશે.
ત્યારબાદ મે મહિનાના અંતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને પછી ચોમાસાનો પ્રારંભ થઈ જશે. ગુજરાતમાં વાવણી લાયક વરસાદ 15 જૂન આજુબાજુ આવતો હોય છે. પરંતુ આ વખતે અનુમાન છે કે વહેલાં આવી જશે.
આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?