ચોમાસું: વર્ષ 2024 નું ચોમાસું કેવું રહેશે તે અંગે કિશોરભાઈ ભાડજાએ મોટી આગાહી કરી છે.
1) કિશોરભાઈ જણાવે છે કે આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું વહેલું રહેશે. એટલે કે એક અઠવાડિયું ચોમાસું વહેલું આવશે.
૨) જૂન મહિનાના બીજા અઠવાડિયે તીર વેગે વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે અને 12 જૂને વાવણી લાયક વરસાદ પડશે.
૩) જોકે તે પછી એક મહિના પછી એટલે કે 11 જુલાઈ પછી મેઘરાજા મન મૂકીને આવશે.
૪) તેઓ આગાહીમાં જણાવે છે કે મેઘરાજા મન મૂકીને આવશે એમાં દસ દિવસની હેલી થશે જે હેલીમાં નદી નાળા તલાવડા છલકાય જશે.
૫) સાથે આગળ તેઓ કહે છે કે જન્માષ્ટમી એ પણ જામો જામો અને ભાદરવે પણ ભરપૂર વરસાદ પડશે.
આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?
૬) વાવણી લાયક વરસાદ એટલે કે સાર્વતીક વાવણીનું ચોમાસુ એક અઠવાડિયા પહેલા એટલે કે 12 જૂને થશે તેવું તેમણે કહ્યું છે.
૭) આગાહીમાં તેઓ જણાવે છે કે જૂન મહિનામાં એટલે કે છ તારીખના (6-6-2024) રોજ ગુરુવારે 5 ભેગા થશે અને જેઠ નું વદ પખવાડિયું 13 દિવસનું હશે, તો એ રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં અમુક વિસ્તારમાં રોહિણી રેલાશે અને મૃગશીર્ષ નક્ષત્ર બેસતા પ્રીમોનસૂન એક્ટિવિટી પણ પ્રારંભ થઈ જશે.
૮) મૃગશીર્ષ નક્ષત્ર બેસતા એટલે કે 12 જૂને આકાશમાંથી તીરવેગે વરસાદ ઉતરી પડશે અને ઘણા વિસ્તારમાં વાવણી થઈ જશે ત્યાર પછી 15 જૂનથી ચોમાસુ ફરી નબળું પડી જશે.
૯) જ્યારે આદ્રા નક્ષત્રમાં પણ અમુક વિસ્તારોમાં વરસાદ વરસી પડશે.
૧૦) કિશોરભાઈ આગળ જણાવે છે કે અષાઢ સુદ પાંચમથી પૂનમ સુધી એટલે કે 11 જુલાઈ થી 21 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં નદી નાળા તલાવડા છલકાય જશે.
આ પણ વાંચો:- બંગાળની ખાડીમાં વિક્ષેપને કારણે ચોમાસામાં વિલંબ તો ગુજરાતમાં ક્યારે?
૧૧) આગળ તેઓનું કહેવું છે કે પુનર્વસુ નક્ષત્ર અડધેથી જામશે અને પુષ્પ નક્ષત્ર ઉતરતા નાનકડો એક વરસાદનું રાઉન્ડ આવશે.
૧૨) જ્યારે જન્માષ્ટમી નજીક આવતા 26 ઓગસ્ટથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે અને ભાદરવો પણ ભરપૂર રહેશે.
૧૩) ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ જોવા મળશે જેમને કારણે લીલા દુષ્કાળની સ્થિતિ પણ જોવા મળશે.
૧૪) ચાર મહિના પછી છેલ્લે હાથીઓ નક્ષત્ર ગર્જના કરી નૈઋત્યનું ચોમાસુ વિદાય લેશે.
૧૫) જોકે ચોમાસુ વિદાય લઈ લે ત્યાર પછી છેલ્લે ચિત્રા નક્ષત્રમાં પણ માવઠું થવાની શક્યતા કિશોર ભાઈ ભાડજા વ્યક્ત કરી છે.
કિશોરભાઈ દર વર્ષે આકાશ દર્શન અને પોતાની કોઠાસૂઝને આધારે ચોમાસાની આગાહી કરે છે.
Extra tag: Chomasu 2024 Agahi, Monsoon 2024 Agahi, Vavni Layak varsad kyare?
2024 નું ચોમાસું ક્યારે આવશે? 2024 નું ચોમાસું ક્યાં પહોંચ્યું? ક્યાં નક્ષત્ર માં કેટલો વરસાદ? 2024 ના નક્ષત્રો, નક્ષત્રોની આગાહી, ચોમાસું ક્યારે બેસે 2024, વરસાદની તારીખ આગાહી2024, ચોમાસું ક્યારે બેસે 2024 ની આગાહી, કિશોર ભાઈ ની આગાહી, monsoon arrival date in gujarat 2024