ગુજરાત થઈ જાવ તૈયાર, આ તારીખોમાં આવી રહ્યો છે ભારે વરસાદ

ચોમાસું 2024 : સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસુ 15 જૂન પછી આવતું હોય છે. જોકે 15 તારીખ આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત, વલસાડ, તાપી, નવસારી સાઇડના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ જતી હોય છે. અને આખા ગુજરાતમાં ચોમાસુ પહોંચતા 20 તારીખ સુધીનો સમય લાગતો હોય છે.

ગુજરાતમાં ચોમાસુ ક્યારે પહોંચશે?

31 મે થી 3 જૂન સુધીમાં કેરળમાં ચોમાસુ પહોંચશે ત્યાર પછી 8-10 જૂનના રોજ મુંબઈ માં સાથે ગોવામાં ચોમાસુ પહોંચશે.

જોકે ગુજરાતની વાત કરીએ તો 15 થી 18 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ બેસી જવાની શક્યતાઓ છે. સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં 15 થી 18 જૂન વચ્ચે ચોમાસુ દસ્તક દેવાની આગાહી છે.

ત્યારથી આગળ જોઇએ તો 20 થી 23 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં ચોમાસુ બેસી જવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કચ્છ માટે ચોમાસું થોડા વધારે દિવસો લઈ શકે છે.

ચોમાસું 2024 : જ્યારે ભારત દેશમાં સૌપ્રથમ કેરળમાં ચોમાસુ આવતું હોય છે. ત્યારે આ વર્ષે હવામાન વિભાગ એ એક દિવસ વહેલું ચોમાસુ પહોંચશે તેવું અનુમાન જાહેર કર્યું છે.

એક દિવસ વહેલું ચોમાસુ પહોંચશે એટલે કે 31 મેના રોજ ભારતમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. સામાન્ય રીતે પહેલી જૂન ના રોજ કેરળમાં ચોમાસુ દસ્તક દેતું હોય છે.

આ પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?

પેલી જૂને કેરળમાં ચોમાસુ દસ્તક આપશે ત્યાર પછી મુંબઈ, ગોવા થઈને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ આવી પહોંચશે.

એટલે કે ગુજરાતમાં ચોમાસુ પહોંચવા માટે એક અઠવાડિયા જેવો સમય ગાળો લાગશે. જોકે 10 જૂન 2024 આસપાસ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી નો વરસાદ ચાલુ થઈ જશે.

ગુજરાતના ઘણા આગાહીકારો જણાવે છે કે ચોમાસુ દર વર્ષે કરતા આ વર્ષે થોડું વહેલા આવી શકે છે. જોકે ગુજરાતમાં ચોમાસુ પહોંચવાની સંભવિત તારીખ 15 જૂન આસપાસ હોય છે.

અહીં જણાવેલ આગાહી વેધર મોડલો મુજબ છે. જે વેધર મોડલ માં ફેરફાર થતા તારીખમાં ફેરફાર થઈ શકે છે. જોકે નવી ટેકનોલોજીને આધારે આગાહીની નજીક જઈ શકીએ છીએ.

વરસાદ અને વાવાઝોડાની સચોટ આગાહી માટે હવામાન વિભાગ ની વેબસાઇટ ને અનુસારવી.

Leave a Comment