Heat wave gujarat: મિત્રો આ વર્ષે ગરમીએ તમામ રેકૉર્ડ તોડી નાખ્યાં છે. લોકો હાલ ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, એવામાં સોશીયલ મિડીયામાં સમાચાર પણ ફરતા થયા છે કે ગરમીના કારણે લોકોના મૃત્યુ પણ થઇ રહ્યા છે. ત્યારે વડોદરામાં આકરી ગરમીથી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓમાં વધારો થયો છે. બે દિવસમાં 9 લોકોનાં મોત નિપજવા પામતા લોકોમાં ભય ફેલાવા પામ્યો છે. ત્યારે ગુજરાત માટે હવે ગરમી અસહ્ય બની રહી છે. આગામી પાંચ દિવસ ગુજરાતીઓ માટે કાઢવા અઘરા બની જશે. અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ છે.
એવામાં મિત્રો ખુશીના સમાચાર એ છે કે દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબારમાં ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે.
તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા છે. આજથી આદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે
આ પણ વાંચો: Cyclone Alert: ચોમાસાનાં આગમન પહેલા ત્રાટકશે વાવાઝોડુ, ગુજરાતમાં કયાં અને કેટલી અસર ?
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ભારે ચક્રવાતની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ પૂર્વીય તટો ઉપર તેની ભારે અસર થશે. પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યાં 100-120 kmની ઝડપે પવન ફંકાશે. અરબ સાગરમા મેના અંતમાં જૂનની શરૂઆતમાં ચક્રવાતની અસર બનશે. 8 જૂન બાદ અરબ સાગરમાં ચક્રવાતને કારણે વીજકરંટની શક્યતા છે.
હવામાન ખાતાએ દર્શાવેલ માહિતી મુજબ નૈઋત્ય ના ચોમાસાની રેખા 05°N/75°E, 0 6 ° N/80 ° E , 07°N/85°E, નેનકોવરી અને 10°N/100°E માંથી પસાર થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે.
એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પશ્ચિમ મધ્યપ્રદેશમાં થય ને પશ્ચિમ વિદર્ભસુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશથી ગંગીય પશ્ચિમ બંગાળ સુધીનો ટ્રફ હવે ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી પૂર્વ ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર, ઝારખંડ અને ગંગીય પશ્ચિમ બંગાળ માં થય ને પૂર્વ બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
ચોમાસાના આગમન પહેલા વધુ એક વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. પાંચ દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્વિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેસર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડીપ્રેશનમાં ફરેવાય તેવી શક્યતા છે.
જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.