Ambalal Patel 2024: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજથી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી છે.
આજથી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી એટલે કે વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.
આગાહીમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થઈ શકે છે પ્રિ.મોનસુન એક્ટિવિટીના ભાગરૂપે.
આણંદ, નડિયાદ, વડોદરા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરી છે.
ગાંધીનગર સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ધંધુકા ભાવનગર લાગુ વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા અંબાલાલ પટેલ વ્યક્ત કરી હતી.

અમદાવાદ, ગાંધીનગર ની સાથે પંચમહાલ, બનાસકાંઠામાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ની આગાહી શરૂ થઈ શકે છે આજથી તેવું કહ્યું છે.
હાલમાં રાજ્યમાં રોહિણી નક્ષત્ર ચાલુ છે રોહિણી નક્ષત્રના છેલ્લા દિવસોમાં વરસાદ પડવાની સારી આગાહી છે.
રોહિણી નક્ષત્રમાં વરસાદ પડે તો ચોમાસું સારું રહે તેવું પણ કહેવામાં આવે છે ચાર જુન પછી વરસાદના વિસ્તારોમાં વધારો થશે.
આવનાર દોઢ મહિના પછી ગુજરાતમાં ચોમાસા નો સારામાં સારો વરસાદ થશે.
આ પણ વાંચો : અંગ દઝાડતી ગરમી વચ્ચે હાંશકરો આપે એવા સમાચાર, આ તારીખે કેરળમાં એન્ટ્રી કરશે ચોમાસુ, જાણો ગુજરાતમાં ક્યારે
આંધી વંટોળ સાથે ગુજરાતમાં અંબાલાલ પટેલે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં ચોમાસુ બેસે છે ત્યાર પછી ગુજરાતમાં આવતા 10 થી 15 દિવસનો સમયગાળો લાગે છે.
આ વર્ષે ગુજરાતમાં ચારથી પાંચ દિવસ વહેલું ચોમાસું પહોંચે તેવું આગાહીકારો કહી રહ્યા છે. એટલે 15 જૂન આવતા વાવણી લાયક તો સામાન્ય વરસાદની શક્યતાઓ ગણવી
હવામાન વિભાગ એ પણ આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસુ 106 ટકા વરસાદ આપશે. એટલે આ વર્ષે ચોમાસુ સારા રહેવાના સંકેતો હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં આ વર્ષે ચોમાસુ 31 મે 2024 ના રોજ આવી જશે જ્યારે સામાન્ય રીતે પહેલી જૂનના રોજ પહોંચતું હોય છે.
હાલમાં ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થાય રહ્યો છે, દિવસ દરમિયાન ભારે ગરમી અને રાત્રી દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળોની સાથે પવન અને વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે.