Ambalal Patel: ગુજરાતમાં હવે ક્યારે વરસાદ આવશે તેની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. ભારે આંધીવંટોળ આવવાની શક્યતા છે.
કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે. 6જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km, જ્યારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે.
વરસાદ માટે અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. આરબસાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે.

8 જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધે છે. 18-19 જૂનમાં વાદળ આવશે. જ્યારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ અલર્ટ છે.
25 -30 km ની ઝડપે પવન ફૂંકાશે. સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે.
આ પણ વાંચો : 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, આ બીચ બંધ, જાણી લેજો
કેરળમા ચોમાસાનું આગમન થઈ ગયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં આગળ વધશે. કેરળ સહિત દક્ષિણ પશ્ચિમી ક્ષેત્રમાં ચોમાસાનું આગમન થયું છે.
ત્યારે હવે હવામાન વિભાગની આગાહી મુજબ 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે. કેરળમાં વહેલા વરસાદના આગમનથી લોકોમાં હરખની હેલી છે.
4 જૂન સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 4 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે.
રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારૂ રહેશે. સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે.