Predictions by Paresh Gauswami: લઇને હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે. ગુજરાતમાં ચોમાસાનું આગમન 14મી જૂને થશે અને અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
અત્રે જણાવીએ કે, આવતીકાલથી લઇને 13મી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની પણ શકયતા પરેશ ગોસ્વામીએ વ્યકત કરી છે.
અત્યારે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે. જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. આવતીકાલથી લઇને 13મી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી અઢી ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે

હવામાન વિભાગની આગાહી
વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં થન્ડર સ્ટોમ એક્ટિવિટીસના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અને સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામશે.
9 જૂન અહીં મેઘસવારી
9 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.