Ambalal Patel Prediction 12 June: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અંગ દાઝડતી ગરમીથી આજે અચાનક રાહત મળી છે. આજે, ગુજરાતના અનેક વિસ્તારોમાં આકાશેથી કાચું સોનું વરસ્યું છે અને તરસી ધરતીને તૃપ્ત થઈ છે.
આજે, સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદ થયો છે. તો સાથે સાથે મોડી સાંજે અમદાવાદ અને મહેસાણામાં પણ વરસાદ થયો છે.
આ પણ વાંચો : જીરુના ભાવમાં આજે રેકોર્ડ બ્રેક ઘટાડો, જાણો કેમ?
વરસાદને લઇ હવામાનની આગાહી
મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 11 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર, હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આદ્રા નક્ષત્ર વિશે જણાવ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 જૂન પછી બંગાળના ઉપસાગરમાં ડિપ-ડિપ્રેશન સક્રિય થશે જેની અસર ગુજરાતમાં જોવા મળશે. આ ડિપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જો કે 12 જૂને વરસાદ વરસી શકે છે. આ સાથે જ તેમણે આદ્રા નક્ષત્ર વિશે પણ જણાવ્યું હતું. ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

22 જૂનથી વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન સક્રિય થયા બાદ તેની અસર ગુજરાત અને મુંબઈમાં દેખાશે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે વરસાદ મોડો પડી શકે છે. જેની સીધી અસર રાજ્યના ખેડૂતો પર જોવા મળશે. જો વરસાદ મોડો પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે. હાલ ખેડૂતો વરુણ દેવ પાસે વરસાદની આજીજી કરી રહ્યા છે.