Pre monsoon activity: ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાં-ક્યાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે.
લોકો ગરમીથી છુટકારો મેળવવા અને ખેડૂતો પણ વાવણી કરવા માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 17થી 22 જૂન દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં પવન સાથે વરસાદ થશે.
અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ, પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે.
જેની અસર ગુજરાતમાં પણ થશે અને આ પવનને લીધે ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે.
આ પણ વાંચો :જીરૂની બજાર તો સાવ તળિયે પહોંચી ગઇ, જાણો આજના જીરું ના બજાર ભાવ
અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, “દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં છે. આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મૂકાયા છે.
પરંતુ તારીખ 17થી 22માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્યસાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે.
તારીખ 17થી 22માં આ પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વંટોળ સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે.”
વધુમાં અંબાલાલ પટેલે ગુજરાતી જાગરણને જણાવ્યું કે, “આ આંધીવંટોળનું પ્રમાણ તારીખ 18થી 22 સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે.
એ જ પવનની ગતિ પવનના સપાટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે.

ઝાડની ડાળો વળી જાય એવો પવન ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન હશે.
અત્યારે હાલ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે.
17થી 22માં ગુજરાતન ઘણાં ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.
તારીખ 22થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી.
તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે