Jaiprakash Madh predicted: જયપ્રકાશ માઢકે કરી આગાહી, સારા વરસાદ માટે હજુ જોવી પડશે રાહ, જાણો ક્યારે સક્રીય થશે ચોમાસુ

Jaiprakash Madh predicted: અમરેલીનાં લિલીયામોટાનાં જ્યોતિષ જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું કે હાલ અડધા ભારતમાં વરસાદ છે

અને ચોમાસાનો પ્રવેશ થઈ ચૂકયો છે. જ્યારે અડધા ભારતમાં ગરમી છે અને હીટવેવ છે.

અડધા ભારતમાં ચોમાસું સક્રીય છે, જેમાં દક્ષિણ ભારતમાં વરસાદ છેઅનેઉત્તર પૂર્વ ભારતમાંરોજ વરસાદ આવેછે.

પંરતુઉત્તર ભારત, ઉત્તર પશ્ચિમ ભારત મધ્ય ભારત અને ગુજરાતમાં વરસાદ નથી. ચોમાસું હજી આવ્યું નથી.

તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, મુંબઈ, કોંકણ ગોવા,

આસામ, મેઘાલય, અરૂણાચલ, નાગાલેન્ડ, મણિપુર, સહિતનાં વિસ્તારમાંઆગામી દિવસોમાં વરસાદ વધશે.

પરંતુઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ રાજસ્થાન,

ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણામાં વરસાદનું નામો નિશાન નથી.

આ પણ વાંચો :આગામી ત્રણ કલાક માટે નવી આગાહી, આ ત્રણ જિલ્લામાં મોટું સંકટ, જાણો શું છે ગાજવીજની આગાહી

મુંબઈ, કોંકણ, ગોવા, તટીય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ચોમાસું એકદમ સક્રિય છે અને હજી વરસાદ વધુ પડશે.

ગુજરાત સહિત અડધા ભારતમાં હજી ગરમીનો પ્રકોપ છે.

ગુજરાતમાં હજી ૨૦-૨૧ જૂન સિવાય ચોમાસાની એક્ટિવિટી દેખાતી નથી.

બંગાળના ઉપસાગરમાં કે અરબી સાગરમાં કોઈ સીસ્ટમ કે લો પ્રેશર થયેલું દેખાતુનથી.

૧૮ જૂન આસપાસ ઓરિસ્સા, બંગાળ અને ઝારખંડમાં ચોમાસું સક્રીય થશે.

વરસાદ વધશે પણ ગુજરાત-રાજસ્થાનમાં હજુ૮-૧૦ દિવસ સુધી હલ્કો વરસાદ જ પડશે.

અનેસારા વરસાદની મજા ૨૨મી જૂનેઆદ્રા નક્ષત્ર બેસશે પછી જ આવશે.

હાલ ગુજરાતમાં ચોમાસાની બ્રેક જેવી સ્થિતિ છે.

વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે.

તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.

17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે

ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે.

21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.

તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે.

અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે.

આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે.

સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે.

ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.

Leave a Comment