Kapas na bajar bhav 05 july: આ વખતની ખરીફ સિઝનમાં દેશનો ખેડૂત કપાસ વાવેતરથી દૂર ભાગ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન આગાઉના વર્ષે કપાસનો પાક સારો મળ્યો, પણ સંતોષકાર બજાર ખેડૂતનાં હાથમાં નહોતી આવી.
એમાંય વિતેલ ખરીફ સિઝનમાં તો ખેડૂતોને વીઘા વરાળે ઉતારો મળવામાં કંઇ ઠેકાણા ન હોવા સામે કોટન બજારે ખેડૂતોને બરોબરનાં માર્યા હતા.
આ બંને સ્થિતિથી નારાજ થયેલ ખેડૂતોએ જાણે કે કપાસ વાવેતરને હાસિયામાં ધકેલવા જેવી સ્થિતિ કરી નાખી છે. ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં જે કંઇ કપાસનું વાવેતર થયું છે, એમાં કાપ દેખાઇ રહ્યોં છે.
દેશની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા રાજ્યોમાં કપાસ વાવેતરમાં ૨૫ થી ૩૦ ટકા કાપ મુકાયો છે. દક્ષિણનાં રાજ્યોમાં ખાસ કપાસ ઉગાડતાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઓરિસા જેવા રાજ્યોમાં કપાસ વાવેતર ઘટ્યું છે.
ત્યારે એક માત્ર મહારાષ્ટ્ર રાજ્યાનાં ખેડૂતોએ કપાસનુ વાવેતર જરા ઔર વેગથી કર્યાનાં રિપોર્ટ મળી રહ્યાં છે.
આ પણ વાંચો : આજે વરસાદી માહોલ વચ્ચે જીરુંના ભાવમાં ધરખમ વધારો, જાણો આજના જીરુના બજાર ભાવ
ગત વર્ષે મહારાષ્ટ્રમાં કપાસનું આખરી વાવેતર ૪૨ લાખ હેકટર વિસ્તારમાં હતું. ૧, જુલાઇનાં સમય ગાળામા ગત વર્ષે ૧૨.૩૭ લાખ હેકટર વિસ્તાર સામે ચાલુ સિઝનમાં ૨૭.૬૧ લાખ હેકટરમાં કપાસ વવાઇ ગયો છે.
કપાસ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન પર ભલે હોય, પણ કપાસ વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર પ્રથમ નંબર પર છે.
રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1415 થી 1567 બોલાયા હતા. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1350 થી 1576 બોલાયા હતા,તેમજ બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1306 થી 1564 બોલાયા હતા.
મહુવા માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 735 થી 1301 બોલાયા હતા, જ્યારે વાંકાનેર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1300 થી 1570 બોલાયા હતા, તેમજ હળવદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1390 થી 1411 બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 900 થી 1521 બોલાયા હતા, જ્યારે સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવે 1250 થી 1510 બોલાયા હતા, તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાa 1151 થી 1525 ખોલાયા હતા.
Kapas na bajar bhav 05 july:
