Cotton Dugali price : આજના આ લેખમાં (આર્ટિકલમાં) આપણે વૈશ્વિક બજારમાં થયેલ કોટન વાયદા ના ફેરફારને કારણે કપાસના ભાવ ઉપર થતી અસર સાથે ડુંગળીની નિકાસબંધીની છૂટ પછી ભાવમાં થયેલ હલચલ સાથે ચણા, એરડા અને રાયડાના ભાવ ની અપડેટ જાણીશું.
- કપાસનો ઊંચો ભાવ 1856 રૂપિયા
- શું હવે કપાસના ભાવ વધશે?
- ડુંગળી નિકાસ બંધી પછી ડુંગળીના ભાવ 400 ની સપાટી થી વધારે
- આજે રાયડામાં ઊંચો ભાવ 1206.
- આજે ચણામાં ઊંચો ભાવ 1370 રૂપિયા, જાણો ક્યાં?
નમસ્કાર ખેડૂત ભાઈઓ, યુએસ કોટન વાયદામાં ભારે ઉછાળો આવ્યા બાદ ફરી કપાસના ભાવમાં થોડી નરમાઈ નો માહોલ જોવા મળ્યો છે. આજે જેતપુરમાં કપાસનો ઊંચો ભાવ 1,686 રૂપિયા નોંધાયો છે. ફેબ્રુઆરી મહિના કરતાં માર્ચ મહિનામાં કપાસના ભાવમાં 200 રૂપિયા આજુબાજુ નો વધારો થયો છે.
આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે
2024 માં કપાસ નો ઊંચો ભાવ 1856 રૂપિયા
યુએસ કોટન વાયદામાં ઉછાળો આવતા ગુજરાતના ભાવનગરમાં કપાસનો ઊંચો ભાવ 1856 રૂપિયા માર્ચ મહિનામાં નોંધાયો હતો. જે એક સાથે ના ભાવ વધારા બાદ ફરી ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થઈ હાલમાં સાડી પંદરસોની સપાટીએ કપાસના એવરેજ ભાવો આવી ગયા છે.
ગુજરાતના દરેક માર્કેટયાર્ડમાં કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે જેમને કારણે કપાસના ભાવમાં સ્થિરતા આવી રહી છે.
આ પણ વાંચો:- વૈશ્વિક બજારમાં કોટન વાયદો સુધરતા કપાસ બજાર ફરી ઊંચી સપાટીએ પહોંચી- Aajna Kapas bhav
આજના કપાસ ના ભાવ – today cotton price 2024
જેતપુરમાં 1686 કપાસના ઊંચા ભાવ સાથે રાજકોટમાં 1600 રૂપિયા બોટાદમાં 1631 રૂપિયા બાબરામાં 1612 રાજુલામાં 1610 રૂપિયા માણાવદરમાં 1625 નગરમાં 1630 રૂપિયા વિજયનગરમાં 1620 રૂપિયા હિંમતનગરમાં 1605 માણસામાં 1620 રૂપિયા ગઢડામાં 1600 રૂપિયા વિરમગામમાં 1602 રૂપિયા અને ઉનાવામાં 1639 સાથે આજે 1600 ની સપાટીએ કપાસના ઊંચા ભાવ બોલાયા હતા. આ કપાસના ભાવ 3 માર્ચ 2024 અને શનિવાર ના છે.
હવે કપાસના ભાવ વધશે?
વર્ષ 2024 માં ખેડૂતો કપાસના ભાવમાં વધારે ફાયદામાં ગયા નથી, ત્યારે જે ખેડૂત ભાઈઓ પાસે થોડો સાચવેલો કપાસ પડ્યો છે તે હજી આશા રાખીને બેઠા છે કે કપાસના ભાવમાં ચૂંટણી નજીક આવતા થોડો સુધારો જોવા મળશે. જોકે હાલમાં જ યુએસ કોટન વાયદામાં વધારો થતા ભાવમાં તેથી આવી હતી પરંતુ ફરી ભાવ ઘટી રહ્યા છે.
ચૂંટણી વર્ષ હોવાથી સરકાર તરફથી ખેડૂતોને સારો પ્રતિસાદ મળવાને કારણે કપાસની આવક ઓછી થતા સારા ભાવ મળી રહે તેવી ખેડૂતોને આશા છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ઘણા વેચાણ કેન્દ્ર ઉપર હાલમાં બંધ કરવામાં આવી છે. સારી કોલેટીનો કપાસ ખેડતો પાસે હોય તો તેમને 1700 રૂપિયા આજુબાજુ ભાવ મળવાની ધારણા આવનાર દિવસોમાં કહી શકાય. જોકે માર્કેટમાં કેટલો કપાસ આવે છે તેના ઉપર કપાસના ભાવ આધાર રાખશે.
આજના ડુંગળી ના ભાવ – today onion / pyaj / Dugali Na Bhav 2024
Cotton Dugali price : ભારતમાં ડુંગળીની બજારમાં નિકાસબંધીને છૂટ મળતા ભાવમાં સો રૂપિયાનો ઉછાળો આવ્યો હતો ત્યારબાદ ફરી ડુંગળીના ભાવ 350 ની સપાટીએ પહોંચી ગયા છે. ગઈકાલે મહુવામાં 82000 ગુણીને આવક થતાં 358 રૂપિયા રહ્યો હતો. જોકે ભાવનગરમાં 46,411 ગુણની આવક થતા ઊંચો ભાવ 400 ની સપાટીએ પહોંચ્યો હતો.
આ પણ વાંચો:- આજે ડુંગળીએ ખેડૂતોને ખુશ કર્યા, Dugali માં રેકોર્ડ બ્રેક ભાવ: જાણો આજના ડુંગળી ના ભાવ
જ્યારે સફેદ ડુંગળીમાં મહુવામાં 266 રૂપિયા તો ભાવનગરમાં 295 અને ગોંડલ 241 ભાવ રહ્યો હતો. જ્યારે વડોદરામાં ડુંગળીની ઓછી આવક થતા ઊંચો ભાવ 560 રૂપિયા તો દાહોદ, અમદાવાદ અને મોરબીમાં 400 રૂપિયા ઊંચો ભાવ લાલ ડુંગળીમાં નોંધાયો હતો.
આજના રાયડા ના ભાવ – aajna rayda na bhav 2024
ગુજરાતની અલગ અલગ માર્કેટયાર્ડમાં રાયડાના એવરેજ ભાવ 950 રૂપિયાથી 1050 રૂપિયાની વચ્ચે રહ્યા છે. જેમાં રાયડા નો સૌથી વધારે ઊંચો ભાવ વિસનગરમાં 1206 આજે નોંધાયો હતો. તે સિવાય પાટણમાં 1,085 ઊંઝામાં 1,036 સિધ્ધપુરમાં 1078 મહેસાણામાં 1082 ધાનેરામાં 1017 ભાભરમાં 1,020 થરાદમાં 1037 રૂપિયા ભાવ નોંધાયો હતો.
આજના ચણા ના ભાવ – aajna chana na bhav 2024
આજે ગુજરાતના બોટાદ માર્કેટ યાર્ડમાં ચણાનો ઊંચો ભાવ 180 રૂપિયાનો નોંધાયો હતો જ્યારે જામનગરમાં 1370 રૂપિયા જસદણમાં 1350 રૂપિયા મહુવામાં 1327 રૂપિયા તળાજામાં 1315 રૂપિયા અને બાવળામાં ₹ 1200 રૂપિયા ચણાનો જો ભાવ નોંધાયો હતો એ સિવાય અલગ અલગ માર્કેટયાર્ડમાં 1100 ની સપાટીએ ચણાના એવરેજ ભાવો રહ્યા હતા.
આ પણ વાંચો:- નવા કે જૂના ઘઉંનું વેચાણ કરવા માંગતા ખેડૂતો જાણી લો સર્વે – Aajna Ghau Na Bhav 2024
Extra Tag: આજના કપાસ ના ભાવો | આજના ચણાના ભાવ | આજના એરડાના ભાવ | આજના રાયડાના ભાવ | Rayda na bhavo | today Rayda ni market | aajna erda na bhav | aajna chana na bhavo | rajkot market yard bhav | aajna bajar bhavo 2024 | aajna kapas na bhavo | aajna cotton bhavo | today cotton price ! Aajna Dugali Na Bhav | aajna kapas and onion price | આજના ડુંગળી ના ભાવ | aajna taja bajar bhav