Activated depression: હવે નવી તારીખ નોંધી લેજો, બંગાળની ખાડીમાં ફરી સક્રિય થયું ડીપ્રેશન

Activated depression: આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બંગાળની ખાડીમાં ડીપ્રેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છમાં ઉદ્દભવેલું વાવાઝોડું નલિયાથી 360 km આગળ વધ્યું છે.

ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. જેના કારણે આજે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઇ આજના દિવસ અંતે કોઈ અલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરૂ થશે.

આ પણ વાંચો: ત્રણ તારીખે આવશે જોરદાર વરસાદી સિસ્ટમ, અંબાલાલ પટેલની શું છે આગાહી

1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ આવી શકે છે. આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે છુટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.

આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

એ. કે. દાસે જણાવ્યું છે કે ગઈકાલે બનેલા ચક્રવાત ખુબ ઓછા બનતા હોય છે. આજદીન સુધી આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે. આ પહેલા 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી.

વરસાદને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચક્રવાત ઓમાન તરફ જતા ગુજરાતને રાહત તો થઈ છે. પરંતુ બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાતમાં આવી રહી છે.

Activated depression: 4થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા રહેલી છે

હવામાન વિભાગે જાહેર નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જેમાં સવારે 7 વાગેથી 10 વાગે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ડાંગ અને, છોટાઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલે પટેલે વાવાઝોડાના અપડેટ આપતા જણાવ્યું કે, આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં 3થી 10 વચ્ચે વરસાદની સંભાવના છે.

સપ્ટેમ્બરમાં બીજા સપ્તાહમાં ગુજરાત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે. તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

Leave a Comment