Alert issued regarding rain: ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. પૂર્વોત્તર બાંગ્લાદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ આવેલું છે, જેના પ્રભાવ હેઠળ અરુણાચલ પ્રદેશમાં 15 ફેબ્રુઆરી સુધી વાદળો અને હિમવર્ષા જોવા મળશે. દરમિયાન. 11-13 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ભારે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
ચક્રવાતી પરિભ્રમણના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાનમાં અને તેની આસપાસ સક્રિય છે, જેના કારણે ઉત્તરપૂર્વ ભારતમાં દરિયાની સપાટીથી 12.6 કિમી ઉપર કલાકના 203 કિલોમીટર (110 નોટ)ની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
આ અસરને કારણે પૃથ્વી પર ઠંડી વધશે. તેની અસરને કારણે, 10-11 ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં તીવ્ર વાવાઝોડા અને પવન સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે.
દિલ્હીથી અરુણાચલ પ્રદેશ સુધી વરસાદ અને હિમવર્ષાની અસર જોવા મળશે. લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. IMD અનુસાર, હિમાયલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત છે.
આ પણ વાંચો: જમવાની સાચી રીત શું છે? 99 ટકા લોકો નહિ જાણતા, હજારો વર્ષ પહેલાં મહર્ષિ ચરકે જણાવી હતી સાચી રીત
હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચક્રવાતની ચેતવણી જાહેર કરવામ આવી છે. જેના કારણે દેશના 10 રાજ્યોમાં વરસાદ સાથે શીત લહેર જોવા મળી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે દેશના 10થી વધુ રાજ્યોમાં પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આજે ઉત્તર ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન બદલાઈ શકે છે.
પાકિસ્તાન ઉપર રચાયેલી પ્રેશર પૂર્વ તરફ આગળ વધશે, જેના કારણે ભારતમાં હવામાન બદલાશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અને તેની આસપાસ દોઢ કિલોમીટર ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે. ઉત્તરપશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 12 ફેબ્રુઆરી સુધી પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષા પડવાની શક્યતા છે.
સિક્કિમ, ઉત્તરપૂર્વ આસામ, અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. 11 અને 12 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશમાં વરસાદની શક્યતા છે. 10 ફેબ્રુઆરી સુધી ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઓડિશાના છૂટાછવાયા ભાગોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. પશ્ચિમ મધ્યપ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ઠંડીની સ્થિતિ રહેવાની શક્યતા છે.