Ambalal October prediction: દરિયાકાંઠાના વિસ્તારો થઈ જજો સાવધાન, પાંચ ઓકટોબર સુધીની અંબાલાલ પટેલે કરી નાખી આગાહી

Ambalal October prediction: નવરાત્રીમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. નવરાત્રી પૂર્ણ થઈ ગયા બાદ એટલે કે 11 સપ્ટેમ્બરથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂર્વ ગુજરાતનાં ભાગોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે. તેમજ પંચમહાલ, દાહોદ, લીમખેડા, ગોધરામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :ચોમાસાની સીઝન પૂરી થવા આવી તો પણ, ભાદરવાના તડકા માટે રહેવું પડશે તૈયાર, જાણો આગાહી

Ambalal October prediction: વડોદરા, આણંદ, નડીયાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતનાં દાંતા અને બનાસકાંઠા જીલ્લામાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાં છે. તેમજ કડી, જોટાણા, સમી, હારીજમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તા. 16 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ છવાયેલો રહેશે.

દક્ષિણ ગુજરાતમાં ફરી ભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેમજ ભાદરવી પુનમ આસપાસ રાજ્યનાં હવામાનમાં પલ્ટો આવશે.

તા. 22 થી 26 સપ્ટેમ્બર દરમ્યાન ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. તેમજ તા. 27 થી 5 ઓક્ટોમ્બર દરમ્યાન ભારે પવન ફૂંકાશે

Leave a Comment