Ambalal Patel Latest Predictions: નવા જૂની થવાના એંધાણ, અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર

Ambalal Patel Latest Predictions: ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો હોય તેમ લાગી રહ્યુ છે. જેના કારણે સોમવારે રક્ષાબંધનના દિવસે તો ગરમીનો પારો ઊંચો ગયો હતો. લોકો ગરમી અને બફારાથી ત્રાસી ગયા હતા. ત્યારે ગુજરાતના જણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, વરસાદની બે સિસ્ટમ બનશે જેના કારણે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે

આ પણ વાંચો :આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી, જાણો 23 થી 26 તારીખમાં ભારે વરસાદ થશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લેટેસ્ટ આગાહીમાં જણાવ્યુ છે કે, 23થી 26 ઓગસ્ટમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. બિહાર અને બંગાળ પર બનતા લો પ્રેશરની અસર મધ્યપ્રદેશ અને ગુજરાત પર પણ થશે. અરબ સાગરની સિસ્ટમ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી આવશે

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, તારીખ 23થી 26માં પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, મધ્ય, કચ્છના તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે નદીનાળા છલકાવવાની શક્યતા રહેશે. બાંધોમાં પાણી આવશે. પૂરની શક્યતા રહેશે.

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, તારીખ 25 અને 26માં અન્ય એક સિસ્ટમ સક્રિય થશે અને જે ગુજરાત સુધી પ્રભાવિત થશે. એટલે 23થી 26 તારીખ સુધીમાં ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં અને ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થીના દિવસો પર પણ વરસાદની શક્યતા રહેશે. 23મી સપ્ટેમ્બરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

Leave a Comment