Ambalal patel monsoon season prediction: રાજ્યમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરાઈ છે. એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. ભારે પવન ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહી છે. આજે રાજ્યમાં વિજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, 5મે થી લઈને 8મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. આ વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે નહિ, પરંતુ વીજળીના કડાકા ભડાકા અને ભારે આંધી-વંટોળ સાથે તોફાની બની શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસશે. 11 થી 20 મે દરમિયાન વંટોળ, આંધી સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.
સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે.
કમોસમી વરસાદ સાથે પવનની ગતિ પણ ખૂબ જ તેજ રહેવાની શક્યતા છે. કમોસમી વરસાદ અને આંધી-વંટોળનો પ્રભાવ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોના ખેડૂતો માટે ઉભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. અંબાલાલ પટેલના મતે, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આંધી-વંટોળ એટલા તીવ્ર હોઈ શકે છે કે વૃક્ષો મૂળિયા સાથે ઉખડી જાય તે મુજબની સ્થિતિ ઊભી થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનો ખતરો છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી