Ambalal Patel Summer Prediction: અંબાલાલ પટેલે કરી નાખી ઉનાળાની આગાહી, કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો

Ambalal Patel Summer Prediction: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો (Ambalal Patel Summer Prediction) હતો. ત્યારે હવે ફેબ્રુઆરી મહિનો પણ અડધો થવા આવી ગયો છે એટલે કે શિયાળા માટે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.

ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં 15 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે.

નલિયામાં બે દિવસમાં 5 ડિગ્રી જેટલું તાપમાન વધ્યું
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે વિદાય તરફ જઈ રહ્યો છે ત્યારે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે બુધવારે ગુજરાતમાં 14.4 ડિગ્રીથી લઈને 21.2 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચો: તાપમાનનો પારો જશે ઊંચો, વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની નવી આગાહી

નલિયામાં બે દિવસમાં 5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન વધીને 14.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે ઓખામાં 21.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. ડીસામાં પણ ઠંડી ઘટતાં 14.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું.

હવામાન વિભાગએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. આગામી 5 દિવસમાં તાપમાન ધીમે-ધીમે વધશે પરંતુ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

હવે હવામાન બદલાઈ રહ્યું છે જેમાં જમીન થોડી ગરમ થઈ રહી છે. હાલમાં રાજ્યમાં તાપમાન ધીમે-ધીમે વધી રહ્યું છે. જો પૂર્વ તરફથી પવન ફૂંકાશે તો દક્ષિણમાં થોડી ગરમી પડવા લાગશે.

વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે.

11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે.

19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી ડબલ વાતાવરણનું હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.

Leave a Comment